મુસ્લિમ પક્ષને મંદિર નિર્માણથી કોઇ વાંધો નથી, પરંતુ મસ્જિદ માટે 6 ડિસેમ્બરે રિવ્યૂ પિટીશન દાખલ કરશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અયોધ્યા કેસમાં રિવ્યૂ પિટીશન લગાવવાની સમય સીમા જ્યારે ખતમ થશે એ દિવસે એટલે કે 6 ડિસેમ્બરના મુસ્લિમ પક્ષ પિટીશન દાખલ કરશે. અયોધ્યા મામલામાં 9 નવેમ્બરે ચૂકાદો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલ્લા બિરાજમાનને આપી હતી અને અયોધ્યામાં ખાસ જગ્યાએ 5 એકર જમીન મસ્જિદ માટે આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન દાખલ કરવા માટે એક મહિનાનો સમય હોય છે. આ સમયગાળો 6 ડિસેમ્બરે પૂર્ણ થઇ રહ્યો છે કારણ કે 7 અને 8 ડિસેમ્બરના શનિવાર-રવિવાર હોવાથી કોર્ટ બંધ છે. મુસ્લિમ પક્ષ તરફથી 1973થી આ મામલાની વકાલત કરી રહેલા સુપ્રીમ કોર્ટના વકીલ ઝફરયાબ જિલાનીએ ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ નિર્ધારિત સમયગાળામાં છેલ્લા દિવસે અરજી દાખલ કરી દેશે.

જિલાનીએ કહ્યું કે અમને તો મસ્જિદની જમીનથી મતલબ છે. મંદિર અથવા તેના નિર્માણ માટે કોઇ ટ્રસ્ટ બને તેનાથી અમને કોઇ વાંધો નથી. તેની જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે તે ભલે ચાલતી રહે. અમે તો ચૂકાદા વિરુદ્ધ અમારી વાત રજૂ કરીશું. રિવ્યૂ પિટીશનમાં મોડું થવાના સવાલ પર જિલાની કહે છે કે તૈયારીમાં સમય લાગે છે. અમે કોઇ ઉણપ છોડવા નથી માંગતા. રિવ્યૂ પિટીશનમાં રાજીવ ધવન જ અમારા વકીલ રહેશે. તેમની સલાહ પર અમે અરજી દાખલ કરી રહ્યા છીએ.

મુસ્લિમ પક્ષની બે પ્રમુખ દલીલ

1) જ્યારે મૂર્તિ હતી જ નહીં તો હિન્દુ કોને પૂજતા હતા?
જિલાની કહે છે કે જ્યારે નિર્મોહી અખાડાનો 1950 પહેલાનો મૂર્તિ પૂજાનો ક્લેમ કોર્ટે રદ્દ કરી દીધો છે, તો પછી હિન્દુ વિવાદિત જમીન પર શું કરવા જતા હતા, કારણ કે હિન્દુઓમાં તો મૂર્તિની પૂજા થાય છે. હિન્દુ કાયદામાં કોઇને ઓબ્જેક્ટ માનીને પૂજા થાય છે. અયોધ્યા મામલામાં પહેલા જમીનની વાત હતી પછી દેવતાની વાત ક્યાંથી આવી ગઇ ? અમે આ મુદ્દો જ કોર્ટ સમક્ષ રજૂ કરીશું. હિન્દુ ધર્મમાં ચોરીથી બીજાની જગ્યાએ રાખવામાં આવેલી મૂર્તિને કોઇ કેવી રીતે દેવતા માની શકે છે ?

2) અનુચ્છેદ 142નો ખોટી રીતે ઉપયોગ થયો
સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં બંધારણના અનુચ્છેદ 142નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના વિશે જિલાનીએ કહ્યું કે રિવ્યૂમાં અમે એ જ કોર્ટને જણાવવા માંગીએ છીએ કે અનુચ્છેદ 142નો ઉપયોગ ખોટો છે. અનુચ્છેદ 142નો ઉપયોગ ત્યાં યોગ્ય હોય જ્યાં સરકાર કોર્ટનો આદેશ પાલન ન કરાવી શકે અથવા તો કેસમાં ફેક્ટ ન હોય. જેમ કે બનારસમાં કબરોના મામલામાં સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 142નો ઉપયોગ કર્યો હતો કારણ કે તેમાં સરકારે કહ્યું હતું કે તેઓ કોઇ કાર્યવાહી કરી શકતા નથી. અયોધ્યાનો કેસ તો સમગ્ર રીતે ફેક્ટ પર ચાલતો હતો. સુપ્રીમ કોર્ટ પોતે માને છે કે 1949માં મૂર્તિઓ રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ પોતે માને છે કે 1858થી અહીં મસ્જિદ હતી અને નમાજ પઢવામાં આવતી હતી.

જિલાની સાથેની વાતચીતના અંશ
શું મસ્જિદ શિફ્ટ કરી શકાય છે ? પાંચ કરોડ અને પાંચ એકરની ઓફર પહેલા ક્યારે મળી હતી ?
ના. 2013માં તે વકફ એક્ટમાં સેક્શન 1004-એમાં જોડવામાં આવ્યું હતું કે તમે મસ્જિદ શિફ્ટ ન કરી શકો. 1986માં તાળુ ખોલવાના પહેલા તે સમયના ચેરમેન ફરહત અલીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વીર બહાદુરે કહ્યું હતું કે તમે કેસ પાછો લઇ લો. અમે તમને મસ્જિદ બનાવવા માટે 5 કરોડ રૂપિયા અને 5 એકર જમીન આપી રહ્યા છીએ. જોકે એ સંભવ ન હતું.

આ ચૂકાદાને તમે કઇ રીતે જૂઓ છો ?
જૂઓ, અમે દેશના સમજદાર નાગરિક અને વકીલ છીએ. એવું નથી કે અમે આ ચૂકાદાથી આશ્વર્યચકિત થઇ ગયા છીએ. ખોટા નિર્ણયો થતા રહે છે. આ પહેલી વખત નથી થયું. હાઇકોર્ટમાં પણ ચૂકાદો આવ્યો હતો ત્યારે અમે અપીલ કરી હતી. અહીં અપીલનો અધિકાર નથી તો રિવ્યૂ કરીશું. એવું નથી કે તેમાં દરેક વસ્તુ અમારા વિરુદ્ધમાં છે. ઘણું બધું અમારા હકમાં પણ છે.

શું તમે ટ્રસ્ટ નિર્માણ પર સ્ટે માંગશો ?
સમગ્ર જજમેન્ટ પર સ્ટેનો તો સવાલ જ નથી ઉભો થતો. હજુ તો તેઓ ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવશે. ટ્રસ્ટ બાદ તેઓ મંદિર બનાવવાની કાર્યવાહી કરશે. મંદિર બનાવવા માટે અડધી જમીન મતલબ કે 880 સ્ક્વેર યાર્ડ તેમની પાસે જ છે. અમારો વિવાદ તો અંદરની જમીન પર છે. સ્ટેની જરૂરત તો અમને મંદિર શરૂ થયા બાદ પડશે. પહેલા રિવ્યૂ પિટીશન પર વિચાર થશે. રજિસ્ટ્રાર, ચીફ જસ્ટિસ સામે ફાઇલ રાખીશું. ત્યારબાદ બેન્ચ બનશે કારણ કે બેન્ચના એક જજ રિટાયર થવાથી બેન્ચમાં અત્યારે 4 જજ બચ્યા છે. રજિસ્ટ્રીમાં ફાઇલીંગ બાદ અમારી પાસે સમયની પાબંદી ખતમ થઇ જશે. ત્યારબાદ પાંચ જજ ચેમ્બરમાં ચર્ચા કરશે કે તેને કોર્ટમાં સાંભળવામાં આવે કે નહીં. ત્યારબાદ ચીફ જસ્ટિસ જેવો ઓર્ડર કરશે , તેવું થશે.

બાબર દ્વારા વિધ્વંશની ઘટના અને 6 ડિસેમ્બરની ઘટનાને તમે કેવી રીતે જૂઓ છો ? શું બન્નેને એકસમાન માનો છો ?
બાબરની વિધ્વંશની ઘટનાના કોઇ પૂરાવા નથી. કોર્ટનું કહેવું છે કે 12મી સદી બાદ ત્યાં મંદિરના કોઇ પૂરાવા નથી મળતા. કોર્ટે માન્યું જ નથી કે બાબરે વિધ્વંશ કર્યુ હતું. બીજી ઘટનાને કોર્ટે માની છે. કોઇ પણ મસ્જિદમાં મૂર્તિ રાખીને જો તેમને દેવતા માની લેવામાં આવે તો કોર્ટને એ વેરિફાઇ તો કરવું પડશે ને કે કઇ મૂર્તિને દેવતા માનવામા આવે. ભલે હિન્દુ કાયદો તેને ન માનતો હોય.

રિવ્યૂ પિટીશન પર મુસ્લિમ પક્ષ કેમ વિભાજિત થઇ ગયો ?
આટલા મોટા દેશમાં 25 કરોડ મુસલમાન છે. તમે કેવી રીતે દરેકના વિચાર એક જ હોય તેવું કહી શકો છો ? દરેકના પોતાના વિચાર છે. અમુક લોકો રિવ્યૂ સાથે છે તો અમુક નહીં. શું કાશ્મીરના મામલામાં પણ એકમત છે ? શું અયોધ્યા મામલામાં પણ દરેક હિન્દુ એકમતમાં છે ?

અમુક મુસ્લિમ પક્ષનો રિવ્યૂ ન લગાવવાનો તાર્કિક આધાર શું છે ?
તાર્કિક આધાર એ જ છે કે છોડી દો. સરેન્ડર કરી દો. વાતાવરણ બરોબર રહે, શાંતિ બનેલી રહે. આ તો લોકો ઘણા સમયથી કહી રહ્યા છે. હિન્દુ વિધિ પ્રમાણે મંદિર અથવા તો દેવાલયની ભૂમિ જ્યાં પૂજા-અર્ચના ક્યારેય સમાપ્ત ન થઇ હોય, ત્યાં દેવતાના અધિકારોને છિનવી શકાતા નથી. પછી વાદી નંબર 1 ના અધિકારો પર તેનો સમયાંતરે કોઇ પ્રભાવ પડશે ? વાદી નંબર એક ત્યાં હતા જ નહીં. જો તેઓ હતા તો તેમના અધિકારો પર ફરક પડત. મસ્જિદ વિશે પણ એવી કોઇ ફાઇડિંગ નથી કે મસ્જિદને મંદિર તોડીને બનાવવામાં આવી હતી.

શું બાબરના સમયમાં કોઇ વકફ કરવામાં આવ્યું હતું ? જો કરવામાં આવ્યુ હોય તો સુપ્રીમ કોર્ટે શું કહીને વકફ માનવાનો ઇનકાર કરી દીધો ?
તેઓ મસ્જિદ તો માની રહ્યા છે પરંતુ એ નથી માની રહ્યા કે તેમનો ઉપયોગ કરનારા કોણ હતા. જ્યારે મસ્જિદ છે તો તેનો ઉપયોગકર્તા પણ મુસલમાન જ હશે ને. મસ્જિદનો ઉપયોગકર્તા કોઇ બીજો કેવી રીતે બની જાય. મુસ્લિમ પક્ષના વકીલોનું કહેવું છે કે તે દલીલો માની લેવાઇ જેનાથી ચૂકાદા પર કોઇ ફરક નથી પડતો. પરંતુ એવી દલીલો સામે ન આવી જેનાથી કેસના પરિણામ પર ફરક પડત.
વાદી નંબર-2 લીગલ પર્સન નથી તે વાત કોર્ટે સ્વીકારી છે. અમુક બાબતો જે ભવિષ્યમાં ચૂકાદા પર પ્રભાવ નાખી શકતી હતી તે પણ માની લેવામાં આવી છે. અમુક વાતો જજમેન્ટમાં ન આવત તો દલીલો ભવિષ્યમાં ઓપન ટૂ ક્વેશ્ચન હોત. શું એવી મૂર્તિ જેની પ્રાણ પ્રતિષ્ઠા ન થઇ હોય અથવા બળજબરીપૂર્વક રાખવામા આવી હોય, તે દેવતા કેવી રીતે હોઇ શકે છે ? તે હજુ કોર્ટમાં નક્કી નથી થયું . કોર્ટને તેનું કારણ જણાવવું પડશે.

શું મુસ્લિમ પક્ષ નમાજ પઢવાના પુરાવા ન આપી શક્યો ? તમારી તરફથી શું ખામી રહી ?
કોર્ટે માન્યું છે કે મસ્જિદ હતી. જો મસ્જિદ હતી તો ક્યારેક નમાજ પણ પઢવામાં આવી હશે. નમાજ પઢવાના સબૂત નથી તો મસ્જિદમાં બીજુ શું થતું હશે ? ખાસ વાત એ છે કે જ્યારે મુગલ શાસન રહ્યું ત્યારે મુસ્લિમોને નમાજ પઢવાથી કોણે રોક્યા હશે ? અમુક કોમન સેન્સથી પણ કોર્ટને અપ્લાય કરીને જોવું પડશે કે ત્યારે કોઇ ચીન શાસન ન હતું જે કોઇને નમાજ પઢવાથી રોકે. આ ગ્રે એરિયા છે, જે સ્પષ્ટ નથી.