ભારત બન્યુ દુનિયાનું “રેપ કેપિટલ”:રાહુલ ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય

કેરળનાં વાયનાડ સંસદિય વિસ્તારમાંથી કોંગ્રેસનાં લોકસભા સાંસદ અને પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવી છે.

તેમનું કહેવું છે કે લોકો પોતાની હાથમાં કાયદો એટલા માટે લઇ રહ્યા છે કેમ કે દેશ ચલાવનારો શખશ હિંસામાં જ વિશ્વાસ રાખે છે.તેમણે એ પણ કહ્યું કે ભારત દુનિયાભરમાં દુષ્કર્મની રાજધાની તરીકે ઓળય છે.

રાહુલે કહ્યું કે બીજા દેશોમાં એ સવાલ પુછવામાં આવે છે કે આખરે ભારત કેમ પોતાની પુત્રીઓ અને બહેનોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યું છે.ઉત્તર પ્રદેશનાં એક ભાજપા ધારાસભ્ય પર મહિલા સાથે દુષ્કર્મ નો આરોપ છે,અને વડા પ્રધાને તેનાં અંગે એક શબ્દ પણ નથી કહ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું કે તમે દેશમાં હિંસામાં થઇ રહેલી વૃધ્ધી જોઇ છે.આરાજક્તા અને મહિલા વિરૂધ્ધ અત્યાચારો વધ્યા છે,દરરોજ આપણે આ પ્રકારનાં સમાચાર વાંચીએ છીએ.

લઘુમતી સમુદાયનાં વિરૂધ્ધ હિંસા થઇ રહી છે.તેમના વિરૂધ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે.દલિતોના વિરૂધ્ધ હિંસા થઇ રહી છે,તેમને પીટવામાં આવે છે અને તેમના હાથ કાપવામાં આવે છે.

તેમણે કહ્યું કે ‘આદિવાસીઓ વિરૂધ્ધ અત્યાચાર થઇ રહ્યા છે.તેમની જમીન છીનવી લેવામાં આવી રહી છે.હિંસામાં થઇ રહેલી આ નાટકીય વૃધ્ધીનું એક કારણ છે.આપણું સંસ્થાગત માળખુ તુટવાનું પણ એક કારણ છે.

લોકો દ્વારા કાનુન પોતાના હાથમાં લેવાનું આ એક કારણ છે,આવું એટલા માટે જ થઇ રહ્યું છે.કેમ કે જે માણસ આ દેશ ચલાવે છે.તે હિંસામાં અને અવ્યવસ્થિત શક્તિમાં વિશ્વાસ રાખે છે’.