ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઇ ત્યારે શરૂમાં એવી છાપ પડી હતી કે ભાજપ લીડમાં છે અને ફરી એકવાર આજસૂ સાથે મળીને સરકાર રચશે.
પરંતુ થોડી મિનિટમાં આંકડા બદલાઇ ગયા હતા અને જેમએમએમ તથા કોંગ્રેસના મોરચાએ લીડ ભાજપના હાથમાંથી ઝૂંટવી લીધી હતી.
81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં ભાજપ 30 બેઠકો પર આગળ હતો ત્યારે જેએમએમ અને કોંગ્રેસનો મોરચો 41 બેઠકો પર આગળ હતો. સવારે દસ વાગ્યા સુધીમાં કોઇ પરિણામ આવ્યાં નહોતાં. એક્ઝિટ પોલના વર્તારા મુજબ આ વખતે ભાજપ ઝારખંડ ગુમાવી દે એવી શક્યતા હતી.
જો કે નિરીક્ષકો માને છે કે ત્રિશંકુ વિધાનસભાની શક્યતા વધુ હતી. પળે પળે ઉત્તેજના વધારે એ રીતે મતગણતરીના આંકડા બદલાઇ રહ્યા હતા.
બે મુખ્ય પક્ષો સિવાયના નાનકડા પક્ષો જેવા કે જેવીએમ અને આજસૂ ત્રણ ત્રણ બેઠક પર લીડમાં હતા અને અન્યો ચાર બેઠક પર લીડમાં હતા.