ઝારખંડમાં કોંગ્રેસને લાગશે લોટરી, સ્પીકર સાથે 5 ધારાસભ્યોને મળશે મંત્રીપદ

મુખ્ય સમાચાર રાજકીય

ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ચુક્યા છે. ત્યારે હવે જેએએમ, કોંગ્રેસના મહાગઠબંધને સરકાર રચવાની કવાયત શરૂ કરી છે અને આગામી 27 ડિસેમ્બરે જેએમએમના નેતા હેમંત સોરેન રાંચીના મોરહાબાદી મેદાનમાં મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરી શકે છે. ચૂંટણી પરિણામોમાં જેએમએમ 30 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસના હીરો રહેલા હેમંત સોરેન સીએમ બનવાનું મુખ્ય છે અને આજે રાંચીમાં જેએમએમ પ્રમુખ શિબુ સોરેના નિવાસ સ્થાને જેએમએમની ધારાસભ્ય દળની બેઠક આયોજિત થઈ. જેમાં હેમંત સોરેનને ધારાસભ્યદળના નેતા તરીકે પસંદ કરશે.

મહાગઠબંધને ચૂંટણી પહેલા જ હેમંત સોરેનને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા અને હવે સીએમ બનાવવાની ઔપચારિકતા જ બાકી છે. હેમંત સોરેન મુખ્યપ્રધાન પદ સંભાળશે. તો સાથે જ કોંગ્રેસમાંથી કોઈને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે.

સુત્રોના મતે જેએમએમના છ, કોંગ્રેસના પાંચ અને આરજેડીના એક ધારાસભ્ય પ્રધાન પદના શપથ લેશે. એટલે કે હેમંત સોરેનની સાથે 12 પ્રધાનો શપથ ગ્રહણ કરશે. કોંગ્રેસ પાસે સ્પીકર પદ પણ આવી શકે છે.