સ્કૂલે જતી વિદ્યાર્થીનીને મિત્રના ઘરે લઇ જઇ ગેંગ રેપ, વિડીયો વાઇરલ કર્યો

ગુજરાત મુખ્ય સમાચાર

શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષિય કિશોરીને સ્કૂલે જતા અટકાવી શાહિબાગમાં આવેલા ફ્લેટમાં લઇ જઇ બે મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. આ દરમિયાન યુવકોએ કિશોરીનો વિડીયો પણ બનાવી લીધો હતો. ઘટનાના ચાર મહિના બાદ વિડીયો વાઇરલ થતા કિશોરીએ આ મામલે બે યુવકો સામે મેઘાણીનગર પોલીસ થકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના કુબેરનગર વિસ્તારમાં 16 વર્ષિય મોની(ઓળખ છુપાવા નામ બદલ્યું છે) છેલ્લા બે વર્ષથી પોતા પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે. તેના જ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે.  મોનાના જ વિસ્તારમાં આયુષ દક્ષીણભાઇ બજરંગે રહે છે અને તે સ્કૂલે આવતી જતી હોય ત્યારે આયુષ તેને જોતો હતો. આ દરમિયાન ડિસે. 2018માં આયુષ સાથે મોનીની મુલાકાત થઇ હતી. પછી બન્નેએ એક બીજાનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. બન્ને એક બીજા સાથે મોબાઇલ પર વાત કરવા લાગ્યા હતા. દર ગુરુવારે મોની સાંઇબાબાના મંદિરે દર્શાન કરવા જતી હતી ત્યારે આયુષ પણ ત્યાં જતો હતો અને ત્યાંથી તેઓ નંદીગ્રામ સોસાયટીના પાછળના ભાગે આવેલી અવાવરું જગ્યાએ મળતા હતા. જ્યાં આયુષ મોનીને અડપલાં કરતો હતો અને અવાર નવાર શરિર સબંધ પણ બાંધતો હતો. પરંતુ ઇજ્જત જવાના ડરે મોનીએ આ અંગે કોઇને જાણ કરી ન હતી.

14 ઓગષ્ટના રોજ આયુષ મોનીને સ્કૂલેથી તેના મિત્રના શાહિબાગ ખાતે આવેલા મકાનમાં લઇ ગયો હતો. જ્યાં તેનો મિત્ર ધ્રુવ જાડેજા હાજર હતો. ત્યારબાદ આયુષ મોનીને રૂમમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. પછી આયુષ રૂમમાંથી બહાર નિકળી ગયો હતો અને તેનો મિત્ર ધ્રુવ રૂમમાં ગયો હતો. જ્યાં ધ્રુવે મોનીને અડપલાં કરવાના શરૂ કર્યા હતા. જેનો વિરોધ મોનીએ કર્યો હતો. જો કે, ધ્રુવે પણ બળાત્કાર ગુજાર્યો હતો. બે વખત બળાત્કાર થતા મોની ગભરાઇ ગઇ હતી અને રોડવા લાગી હતી. તેણે આયુષને ઘરે મુકી જવા આજીજી કરી હતી. જો કે, આયુષે કહ્યું હતું કે, તુ જાતે જતી રહે, જેથી મોની રીક્ષા કરી એકલી ઘરે પહોંચી હતી.

બીજા દિવસે મોની સ્કૂલે જતી હતી ત્યારે ફરી આયુષ ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે, મે તારો વિડીયો બનાવ્યો છે અને કોઇને કહીશ તો વાઇરલ કરી તને જાનથી મારી નાંખીશ.એક મહિના સુધી આયુષ અવાર નવાર સ્કૂલ પાસે મોનીને મળતો અને ધમકી આપી જતો રહેતો હતો. સપ્ટે. 2019માં મોનીના પિતાનું અકસ્માતમાં મોત થયું હતું. જેથી આખો પરિવાર તેમના વતન ભાવનગર જતો રહ્યો હતો. જ્યાં પિતાની ધાર્મિક ક્રિયા કર્યા બાદ તેઓ બે દિવસ પહેલાં જ અમદાવાદ પરત ફર્યા હતા. ગઇકાલે જ મોનીના સગા સહિતના લોકોના ગ્રૃપમાં તેનો અશ્લીલ વિડીયો ફરવા લાગ્યો હતો. જેથી મોનીની માતાએ આ અંગે તેની પુચ્છા કરતા તેણે ઉપરોક્ત મુજબની હકીકતો જણાવી હતી. જેથી આ મામલે મોનીએ આયુષ અને ધ્રુવ સામે સામુહીક બળાત્કારની ફરિયાદ કરતા મેઘાણીનગર પોલીસે તપાસ આદરી છે.