PM મોદી આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. અહીં વડા પ્રધાન મોદી ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન આજે તુમ્કુરમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લેશે, ત્યાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે. 3 જાન્યુઆરીએ વડા પ્રધાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ઉપસ્થિત રહેશે. આ સિવાય તેઓ 5 DRDO યુવા વૈજ્ઞાનિક લેબોરેટરીનું પણ ઉદ્ધાટન કરશે.
કેન્દ્ર સરકારની વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાનો ત્રીજો હપ્તો આજે આપવામાં આવશે. પીએમ મોદી અહીં આ હપ્તો જાહેર કરશે અને 6 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે. લોકસભા ચૂંટણી પહેલાં જ મોદી સરકારે આ સ્કીમ શરૂ કરી હતી. જેની મદદથી ખેડૂતોને 6 હજાર રૂપિયાની વાર્ષિક મદદ મળનારી છે. આજે પીએમ મોદી લગભગ 12 હજાર કરોડ રૂપિયાની રકમ જાહેર કરશે.
તુમકુરમાં રહેશે PM મોદી
2 જાન્યુઆરીએ PM મોદી કર્ણાટકના તુમકુરમાં રહેશે. અહીં PM મોદી શ્રી સિદ્ધગંગા મઠ જશે. એક મ્યુઝિયમનું ઉદ્ધાટન કરશે અને સાથે જ જનસભાને પણ સંબોધશે. અનેક રાજ્યોને કૃષિ સન્માન એવોર્ડ અને પ્રશસ્તિ પત્રથી સ્ન્માનિત કરશે. પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીના કૃષિ સન્માન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે.

