બંગાળી ભાષા શિખી રહ્યાં છે ગૃહમંત્રી અમિત શાહ, શિખવા માટે રાખ્યા ગુરુ

મુખ્ય સમાચાર રાજકીય

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવામાં હવે એક વર્ષનો સમય બાકી છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અત્યારથી જ ચૂંટણીની તૈયારી કરી લીધી છે. ચૂંટણી રણનીતિ બનાવવામાં ક્યાંય કોઈ ચૂક ન રહે અને તે મામલે ભાષાનો પ્રશ્ન આડો આવે નહી તે માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બાંગ્લા ભાષા શીખી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે અમિત શાહે તેના માટે એક શિક્ષક પણ રાખ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માઁ, માટી અને માનુષનો નારો બુલંદ કરતી રહી છે અને હજુ હાલના દિવસોમાં તેમણે બંગાળની અસ્મિતાને ઉજાગર કરવા માટેના ઘણાં પ્રયાસો કર્યાં છે. પોતાની સભામાં મમતા ભાજપ અધ્યક્ષને બહારના કહીને સંબોધિત કરે છે. તેવામાં કોશિશ તે છે કે, ભાજપ અધ્યક્ષ ઓછામાં ઓછી આ ભાષા સમજવા લાગે અને પશ્ચિમ બંગાળની સભાઓમાં પોતાના ભાષણની શરૂઆત બાંગ્લામાં કરે જેથી ભાષણ પ્રભાવી લાગે.

પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણાં વિધાનસભાની ચૂંટણીમાં ચુક અને ઝારખંડમાં હાર બાદ હવે અમિત શાહ બંગાળમાં ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે. તે માટે જરૂરી છે કે, કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સમન્વય. તેથી ભાષા ક્યાંક આ રણનીતિમાં મુશ્કેલી લાવે નહી તે માટે અમિત શાહ બાંગ્લા શીખી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના એક નેતા પ્રમાણે, આ કંઈ નવું નથી. તેમણે કહ્યું કે, ભાજપ અધ્યક્ષ બાંગ્લા અને તમિલ સહિત દેશના અલગ-અલગ પ્રદેશોમાં બોલનારી ચાર ભાષાઓ શીખી રહ્યાં છે.