કશ્મીર ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે કોઈ ત્રીજાની જરૂર નથી: PM મોદી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ફ્રાન્સમાં આયોજીત G-7 શિખર સંમેલનમાં સોમવારે PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક થઇ.

PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ માટે અમારે કોઈ અન્ય દેશની જરૂર નથી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, બન્ને દેશોના વડાપ્રધાન સાથે મારે ચર્ચા થઇ છે અને તે પાકિસ્તાન-ભારતન દ્વિપક્ષીય મુદ્દા છે. બન્ને દેશો ચર્ચાના માધ્યમથી મુદ્દો ઉકેલી લેશે.

ટ્રમ્પ સાથે બેઠકમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પાકિસ્તાન સાથે જે પણ મુદ્દા છે તે દ્વિપક્ષીય છે. આ મુદ્દાઓ માટે અમે બીજા દેશને તકલીફ નથી આપવા માગતા. અમે ચર્ચાથી મુદ્દો ઉકેલશું.