તિહાર જેલ એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત જેલ માનવામાં આવે છે. અહીં ઘણાબધા જેલ ડાયરેક્ટર જનરલ આવીને જતા રહ્યા. ત્યારે હાલનાં સંદીપ ગોયલે જેલમાં બંધ તમામ ખૂંખાર અને હાઈ પ્રોફાઈલ કેદીઓ પાસેથી મોબાઈલ ફોન દૂર કરવામાં લાગ્યા છે. તેમના તમામ પ્રયાસો બાદ પણ કેદીઓ પાસેથી કોઈને કોઈ જગ્યાએ મોબાઈલ ફોન મળી આવે છે. મોબાઈલ ફોન કેદીઓનાં બેરેક અથવા તો કોઠરી કે તેમના સામાનની અંદર છૂપાયેલી મળી આવે છે. આ વખતે એક કેદીએ જે કર્યુ તે વાસ્તવમાં ચોંકાવનારુ છે. જોકે, જેલનાં એક સૂત્રને ફક્ત એક મોબાઈલ બરામદ થવાની પુષ્ટિ કરાઈ હતી. તિહાર જેલના એક કેદીનાં પેટમાંથી મોબાઈલ ફોન મળ્યો છે. વાસ્તવમાં સુંદર રાજા રમન નામના એક અપરાધી એક વર્ષથી જેલમાં બંધ છે. તેને લૂંટના મામલામાં તિહાર જેલમાં લાવવામાં આવ્યો હતો. તિહાર જેલ પ્રશાસનને સૂચના મળી હતીકે, સુંદર રાજાની પાસે એક મોબાઈલ ફોન છે. જ્યારે સુંદર રાજા રમનનું ચેકિંગ કરવામાં આવ્યુ તો તેના પેટમાંથી બીપ અવાજ આવ્યો હતો. ત્યારબાદ સુંદર રાજાને ડીડીયૂ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને તપાસ્યો હતો. જેમાં તેના પેટની અંદર એક મોબાઈલ ફોન હતો. ત્યારબાદ ઓપરેશન દ્વારા ડોક્ટરોએ મોબાઈલ ફોન બહાર કાઢ્યો હતો.

