કેરળના તિરવનંતપુરમમાં રહેતી એક 45 વર્ષીય મહિલા કરમાલા મોડેક્સે બોલીવૂડની દિગ્ગજ ગાયિકા અનુરાધા પૌડવાલ પોતાની માતા હોવાનો દાવો કર્યો છે. તેમણે જીલ્લા ફેમિલી કોર્ટમાં 67 વર્ષીય ગાયિકા વિરુદ્ધ કેસ કરીને 50 કરોડ રુપિયાનું વળતર માંગ્યુ છે.
મહિલાની અરજી મુજબ, જ્યારે તે માત્ર ચાર દિવસની હતી ત્યારે ગાયિકાએ તેને પાલક માતા-પિતાને સોંપી દીધી હતી. તેના મુજબ ગાયિકા અનુરાધા પૌડવાલે આ પગલુ એટલા માટે ભર્યું હતું કે તેઓ પ્લેબેક સિંગિંગમાં વ્યસ્ત હતા અને બાળકીની જવાબદારી ઉઠાવી શકે એમ ન હતું. કરમાલાના વકીલે જણાવ્યું કે કરમાલા બાળપણ અને જે જીવનની હકદાર હતી તેનાથી વંચિત રાખવામાં આવી હતી, જો ગાયિકા અમારા દાવાને નથી માનતી તો અમે કોર્ટમાં DNA ટેસ્ટ માટે અપીલ કરીશું.
પદ્મશ્રી અને નેશનલ એવોર્ડથી સન્માનિત અનુરાધા પૌંડવાલે આશે 40 વર્ષછી બોલીવૂડ ગીતો અને ભજન ગાયા છે. તેમણે મ્યુઝિક કમ્પોઝર અરુણ પૌંડવાલ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં તેમને બે બાળકો આદિત્ય અને કવિતા છે.

