આગામી 2 થી 3 દિવસમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ ક્યારે યોજાશે તેની તારીખોની જાહેરાતની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે શનિવારે ચૂંટણી પંચની બેઠકમાં તમામ રાજ્યોમાં લોકસભાની ચૂંટણીની કેવી તૈયારી કરાઈ છે તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. મંગળવાર સુધીમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેવા સંકેતો છે. બે -ત્રણ દિવસમાં ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 7થી 8 તબક્કામાં મતદાન યોજવામાં આવશે તેવી ધારણા છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની સાથે જ યોજવાની તમામ તૈયારી કરવામાં આવી છે. સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ 27મી મેનાં રોજ પૂરો થાય છે જ્યારે આંધ્ર પ્રદેશમાં 18 જૂન, ઓડિશામાં 11 જૂન અને અરુણાચલમાં જૂનનાં પહેલા અઠવાડિયામાં વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય છે.