આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીનો ફાયદો લેવા સુરક્ષાદળની તસવીરો કે તેના નામનો રાજકીય પક્ષો ઉપયોગ ન કરે

મુખ્ય સમાચાર રાજકીય

આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીનો ફાયદો લેવા સુરક્ષાદળની તસવીરો કે તેના નામનો રાજકીય પક્ષો ઉપયોગ ન કરે. ચૂંટણીપંચે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરાશે. પંચનું એવું પણ માનવું છે કે આર્મીના વડા અને સૈન્ય સાથે સંકળાયેલી બાબતોની રજૂઆત રાજકીય જાહેરાત માટે કરવી જોઈએ નહીં. શનિવારે લોકસભાની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણીપંચની બેઠક મળી હતી. તેમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવા અંગે પણ ચર્ચા થઈ હતી. એવું મનાઈ રહ્યું છે કે ચૂંટણીપંચ આગામી 72 કલાકની અંદર ગમે ત્યારે ચૂંટણી તારીખ જાહેર કરી શકે છે. આ ઉપરાંત સુરક્ષાદળોને ક્યાં અને કેવી રીતે ફરજ પર મૂકવા તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.