ટેરર ફન્ડિંગ સાથે સંકળાયેલું રેલવે ઇ-ટિકિટ કૌભાંડ ઝડપાયુ, માસ્ટરમાઇન્ડ બોમ્બ વિસ્ફોટનો આરોપી હોવાની આશંકા: RPF

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતમાં ટેરર ફન્ડિંગ કેટલી હદ સુધી તેના મૂળિયા જમાવી ચૂક્યુ છે તેનો અંદાજો તાજેતરના ઇ-ટિકિટિંગ રૈકેટ પરથી આવી શકે એમ છે. રેલવે સુરક્ષા દળ (આરપીએફ) દ્વારા મોટુ ઇ-ટિકિટિંગ રૈકેટનો ખુલાસો કરવામાં આવ્યો છે, જેના લિન્ક દુબઇ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 

RPF ડાયરેક્ટર જનરલ અરુણ કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે દળ દ્વારા રેલવે ઇ-ટિકિટિંગ રૈકેટ વિરુદ્ધ અભિયાન હવે આગળ વધ્યું છે, અમે આ મામલે એક ગેંગની ઓળખ કરી છે, જેનો મુખિયો લગભગ દુબઇમાં છે. રેલવે સુરક્ષા દળ હાલમાં આ રૈકેટની ઉંડાણપૂર્વક તપાસમાં લાગેલી છે. 

તાજેતરના દિવસોમાં રેલવેમાં ગેરકાયદેસર ટિકિટો પર સૌથી મોટી કાર્યવાહી દરમિયાન આરપીએફએ ઝારખંડના એક મદરેસામાં અભ્યાસ કરી રહેલા સોફ્ટવેર ડેવલપરની ધરપકડ કરી છે, તે ટેરર ફન્ડિંગ સાથે સંકળાયેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુલામ મુસ્તફા નામક આ વ્યક્તિની ધરપકડ ભૂનવેશ્વરથી કરવામાં આવી હતી. 

રેલવે સુરક્ષા દળની માહિતી મુજબ આ વ્યક્તિ પાસેથી IRCTCની 563 ID મળી છે. સાથે-સાથે SBIની 2400 શાખાઓમાં અમે 600 ગ્રામીણ બેન્કોમાં ખાતા હોવાની શંકા છે. ઇ-ટિકિટ રૈકેટ મામલે ઝડપાયેલા ગુલામ મુસ્તફાની વિતેલા 10 દિવસમાં IB, ED, NIA,સ્પેશય બ્યૂરો અને કર્ણાટક પોલીસે પૂછપરછ કરી છે. 

આ સિવાય RPFએ હામિદ નામનો એક વ્યક્તિ આ રૈકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનો દાવો કર્યો છે જેની પર દર મહિને 10-15 કરોડ રુપિયાની કમાણી કરવાની આશંકા છે. આ વ્યક્તિ 2019માં ગોંડાની શાળામાં કરાયેલા બોમ્બ વિસ્ફોટનો આરોપી પણ છે અને હાલમાં તે દુબઇમાં છુપાયેલો છે.