૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનો પ્રારંભ 11 એપ્રિલે પ્રથમ મતદાન સાથે થશે.

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ચૂંટણી આયોગ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીને 7 તબક્કામાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી એપ્રિલથી શરૂ થવા જઇ રહેલી લોકસભાની ચૂંટણી બાદ આખરે 23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 11 એપ્રિલે યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 18 એપ્રિલે યોજાશે. ત્રીજા તબક્કાની ચૂંટણી 23 એપ્રિલે યોજાશે. ચોથા તબક્કાની ચૂંટણી 29 એપ્રિલે યોજાશે. પાંચમાં તબક્કાની ચૂંટણી 6 મેના રોજ યોજાશે. છઠ્ઠા તબક્કાની ચૂંટણી 12મેના રોજ યોજાશે. સાતમાં તબક્કાની ચૂંટણી 19 મેના રોજ યોજાશે.

પ્રથમ ચરણમાં 20 રાજ્યોની 91 સીટ, બીજા ચરણમાં 13 રાજ્યોની 97 સીટ, ત્રીજા ચરણમાં 14 રાજ્યની 115 સીટ, ચોથા ચરણમાં 9 રાજ્યોની 71 સીટ, પાંચમાં ચરણમાં 7 રાજ્યોની 51 સીટ, છઠ્ઠા ચરણમાં 7 રાજ્યોની 59 સીટ અને સાતમાં ચરણમાં 8 રાજ્યોની 59 સીટો પર ચૂંટણી યોજાશે

ઉમેદવારે આપવું પડશે PAN, માત્ર ત્રણવાર જ જાહેરાત

આ સીવાય આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને ઇકો-ફ્રેન્ડલી સામગ્રી ઉપયોગમાં લેવાની પણ સલાહ આપવામાં આવી છે. કોઇપણ ઉમેદવાર સમાચાર પત્રકોમાં માત્ર 3 વખત જ વિજ્ઞાપન આપી શકશે. આ સીવાય ઉમેદવારે પોતાનું PAN આપવું પડશે અને આમ નહીં કરનારની ઉમેદવારી રદ કરી દેવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમશિનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે આ વખતે 90 કરોડ મતદાતા નક્કી કરશે ભારતનું ભવિષ્ય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે પાછળની ચૂંટણી કરતા 8.43 કરોડ મતદારોમાં વધારો થયો છે. દેશભરમાં મતદાન માટે 10 લાખ મતદાન મથક બનાવવામાં આવશે. આ વખતે EVM મશિન પર દરેક ઉમેદવારનો ફોટો પણ લગાવવામાં આવશે. આ વખતે 1.5 કરોડ યુવા મતદાન કરશે. જેમની ઉમર 18થી19 વર્ષની વચ્ચે છે.