યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચાર કલાક માટે અમદાવાદ આવ્યા હતા. સવારે બરાબર 11.36 કલાકે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાને લઈને એર ફોર્સ વન પ્લેને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. એરપોર્ટ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત માટે પહોંચ્યા હતા. ટ્રમ્પ સવારે 11.58 કલાકે પ્લેનમાંથી નીચે ઉતર્યા હતા જ્યાં લાલ જાજમ બિછાવી તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રોડ-શોમાં ભાગ લઈને ટ્રમ્પ-મેલેનિયા 12.28 કલાકે ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા અને ત્યાં 11 મિનિટ જેટલો સમય વીતાવી સ્ટેડિયમ રવાના થયા હતા. સ્ટેડિયમમાં 1.28 કલાકે આગમન બાદ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ શરૂ થયો હતો. મોદીએ પહેલા તબક્કામાં 11 મિનિટ અને બીજા તબક્કામાં 11 મિનિટ મળી કુલ 22 મિનિટ પ્રવચન કર્યું હતું. જ્યારે ટ્રમ્પે 1.55 કલાકે પ્રવચન શરૂ કર્યું હતું જે બપોરે 2.22 કલાકે પૂર્ણ થયું હતું. આમ ટ્રમ્પનું પ્રવચન 27 મિનિટ ચાલ્યું હતું. સ્ટેડિયમથી ટ્રમ્પ દંપતિ સીધું એરપોર્ટ રવાના થયું હતું જ્યાં 3.35 કલાકે તેમનું વિમાન આગ્રા રવાના થયું હતું.
અમદાવાદમાં ટ્રમ્પ-મેલેનિયાના 4 કલાક
>> 11.36 યુએસ એર ફોર્સ વનનું લેન્ડિંગ
>> 11.56 ટ્રમ્પ-મેલેનિયાનું આગમન
>> 11.58 મોદીએ ટ્રમ્પ-મેલેનિયાનું સ્વાગત કર્યું
>> 12.05 એરપોર્ટથી ટ્રમ્પ કોન્વોય ગાંધીઆશ્રમ રવાના
>> 12.28 ટ્રમ્પ-મેલેનિયાનું ગાંધીઆશ્રમમાં આગમન
>> 12.29 ટ્રમ્પ-મેલેનિયાનું ગાંધીઆશ્રમમાં સ્વાગત
>> 12.36 ટ્રમ્પ-મેલેનિયાને મોદી હૃદયકુંજમાં લઈ ગયા
>> 12.37 ટ્રમ્પ-મેલેનિયાએ હૃદયકુંજમાં ચરખો કાંત્યો
>> 12.38 ટ્રમ્પે ગાંધીઆશ્રમની ડાયરીમાં મેસેજ લખ્યો
>> 12.40 ટ્રમ્પ-મેલેનિયા મોટેરા સ્ટેડિયમ રવાના
>> 01.28 મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ દંપતિનું આગમન
>> 01.42 અમેરિકા અને પછી ભારતનું રાષ્ટ્રગાન થયું
>> 01.44 નરેન્દ્ર મોદીએ હિન્દીમાં પ્રવચન શરૂ કર્યું
>> 01.55 ટ્રમ્પે નમસ્તે કહીને પ્રવચન શરૂ કર્યું
>> 02.22 ટ્રમ્પનું પ્રવચન પૂર્ણ, મોદીની 2જી સ્પીચ શરૂ
>> 02.33 મોદીનું 2જું પ્રવચન પૂર્ણ. ટ્રમ્પ-મેલેનિયા રવાના
>> 03.35 ટ્રમ્પનું એર ફોર્સ વન આગ્રા જવા રવાના

