દિલ્હીના મૌજપુર(Maujpur)માં નાગરિકતા સંશોધન કાનૂન (CAA)અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ગૃહ મત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. દેશના ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ (G.Kishan Reddy)એ કહ્યું છે કે આ દુનિયામાં ભારતની છાપ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
દિલ્હી પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થઈ ગયો છે. કોંગ્રેસ પાર્ટી અને કેટલાક રાજનીતિ દળોને પુછવા માંગીશ કે આની જવાબદારી કોણ લેશે? આ ભારતની છાપ ખરાબ કરવાનું ષડયંત્ર છે. હું તેની નિંદા કરું છું. શાંતિપૂર્ણ વિરોધ માટે તમારો અધિકાર છે પણ આ રીત નથી.
આ કેવા પ્રકારનો વિરોધ છે? હું ચેતવણી આપવા માંગું છું કે હિંસા અને આગજની સહન કરવામાં આવશે નહીં અને સખત કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી પોલીસને દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ગૃહ મંત્રાલય મંત્રાલય સ્થિતી પર રાખી રહ્યું છે નજર
આ ઘટના પછી ગૃહ મંત્રાલય સતત દિલ્હી પોલીસના સંપર્કમાં છે અને પરિસ્થિતિની દરેક પળની જાણકારી લઈ રહ્યું છે. પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક કંટ્રોલ રુમમાં છે અને ગ્રાઉન્ડ પર રહેલા અફસરોનું સતત બ્રીફિંગ લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારતના પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન દિલ્હીના નોર્થ-ઇસ્ટમાં પણ સીએએ અને એનઆરસીને લઈને વિરોધ શરુ થઈ ગયો છે.
આ પહેલા ઉત્તર-પૂર્વી દિલ્હીન જાફરાબાદ અને મૌજપુરમાં પ્રદર્શનકારીઓએ બે ઘરોમાં આગ લગાવી દીધી હતી. જેવાથી તણાવ વધી ગયો હતો.
આ વિસ્તારમાં સોમવારે સતત બીજા દિવસે સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી. દેખાવકારોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે દેખાવકારોને ખસેડવા માટે ટિયર ગેસ છોડ્યા હતા. પોલીસે બંને જૂથના શાંત પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

