ગાંધીનગર / કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાંઃ કોરોના મુદ્દે નીતિન પટેલનું નિવેદન

ગુજરાત

ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ મામલે ગુજરાતમાં સરકાર એલર્ટ જોવા મળી રહી છે. રાજ્યના Dy CM નીતિન પટેલે કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર સતર્ક હોવાનું જણાવ્યું છે.

  • કોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન
  • કેટલાક રાજ્યોમાં કેસ સામે આવ્યા છે
  • કેન્દ્ર સરકાર બધા રાજ્યો સાથે સંપર્કમાં છે

કોરાના વાયરસના મુદ્દાને લઇને Dy CM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નીતિન પટેલે જણાવ્યું છે કે દેશના કેટલાંક રાજ્યોમાં કેસ સામે આવ્યાં છે. PM મોદીએ ટ્વિટ કરીને હૈયાધારણ આપી છે. કેન્દ્ર સરકાર બધા રાજ્યો સાથે સંપર્કમાં છે.

Dy CM નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યના એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ એરપોર્ટ પર વ્યવસ્થા કરાઇ છે.

કોરોના વાયરસને લઇને નીતિન પટેલે કહ્યું કે હાલમાં ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ નથી. આ સાથે અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરોનું ખાસ ધ્યાન રખાશે.

રાજ્યના સુરત અને અમદાવાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ સુરત એરપોર્ટ ખાતે શારજહાંથી આવેલી ફલાઇટના મુસાફરોનું સ્ક્રિનિંગ કરાયું હતું. આ સાથે અગમચેતીના ભાગ રૂપે અમદાવાદ-બેંગકોંકની ફલાઇટ 29 માર્ચ સુધી રદ્દ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં આઇસોલેશન વોર્ડ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.