દેશમા દિલ્હી એનસીઆર તેમજ ઉત્તર ભારતમા થયેલી કમોસમી વરસાદના કારણે લોકોને કોરોના વાઇરસ વધુ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે આઇએમઆરસીના પ્રમુખ ડો બલરામ ભાર્ગવએ કહ્યુ કે, વરસાદના કારણે તાપમાનમા ઘટાડો થવાથી કોરોના વાઇરસ વધુ ફેલાય તેવી લોકોની આશંકાને નકારી કાઢી છે.
તેમણે વધુમા કહ્યુ કે, કોરોના વાઇરસને લઇને થયેલા સંશોધનમા આવી કોઇ વાત સામે આવી નથી. આમ પણ આ વાયરસ હવાના માધ્યમથી પ્રસરતો નથી. પરંતુ જે વ્યક્તિને આ રોગ થયો હોય, તેના સંપર્કમા આવવાથી કોરોના વાઇરસ થઇ શકે છે.
ડો. ભાર્ગવે સાવચેતીના પગલા સુચવતા કહ્યુ કે, ઠંડીના વધવાના કારણે લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવા રોગમાં સાવચેત રહેવું જોઇએ. તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ઉપાયો કરવાનુ સુચવ્યુ છે. તાપમાનમા ઘટાડો તેમજ કોરોના વાઇરસના સંક્રમણમા વધારો આ બંન્ને બાબતને કોઇ સંબંધ નથી. માટે લોકોએ ડરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમા પલટો આવ્યો હતો. શુક્રવારના રોજ પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆર સહિતના ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમના વિસ્તારોમા વરસાદના કારણે તાપમાનમા 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી એનસીઆરમા 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના કારણે તાપમાનના પારામા ઘટાડો નોંધાયો છે.

