સંકટમાં મુકાયેલી યસ બેન્કના પૂર્વ ચેરમેન અને સ્થાપક રાણા કપૂરના નિવાસ સ્થાન પર ગઈકાલે રાતે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ આજે પૂછપરછ માટે રાણા કપૂરને ઈડીની ઓફિસમાં લાવવામાં આવ્યા છે.
આ પહેલા રાણાની તેમના ઘરે પણ પૂછપરછ કરવામાં આવી હતી.અધિકારીઓનુ કહેવુ છે કે, તેમની સામે મની લોન્ડરિંગના મામલાની તપાસના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.દરોડા પાડવા પાછળનો હેતુ પૂરાવા એકઠા કરવાનો હતો.
ઈડી દ્વારા એક કોર્પોરેટ કંપનીને બેન્ક દ્વારા લોન આપવાના અને તેના બદલામાં રાણા કપૂરની પત્નીના બેન્ક એકાઉન્ટમાં લાંચ લેવાના એક આરોપમાં તપાસ શરુ કરવામાં આવી છે.
મની લોન્ડરિંગના આરોપ સાથે ડીએચએફએલ કંપનીનો કેસ પણ જોડાયેલો છે.આ કંપનીને અપાયેલી લોન એનપીએ થઈ ચુકી છે.આ સિવાય પણ કેટલીક ગેરરીતિઓની તપાસ થઈ રહી છે.