તૈયાર કરી રહ્યા છે રિમેક (Remake)
હવે તે ૧૯૮૦ની ક્લાસિક ફિલ્મ ‘બર્નિંગ ટ્રેન’ની રિમેકની તૈયારી કરી રહ્યો છે. ‘ હું અને જુનો આ ફિલ્મની રિમેક બનાવા માટે ઉત્સાહિત છીએ. ૪૦ વરસ પહેલા રૂપેરી આ ફિલ્મે ધમાકો કર્યો હતો. હવે મને આની રિમેક બનાવાનો યોગ્ય સમય લાગી રહ્યો છે. અમે હવે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેમ જેકીએ જણાવ્યું હતું. આ ફિલ્મ આ વરસના મધ્ય ભાગમાં ફ્લોર પર જશે.
મલ્ટી સ્ટાર ફિલ્મ બનશે ‘ધ બર્નિંગ ટ્રેન’ની Remake
આ ફિલ્મ પણ મૂળ ફિલ્મની માફક મલ્ટી સ્ટાર ફિલ્મ બનશે તેવી ખાતરી પણ આપી હતી. ‘ અમે જલદી જ સ્ટાર કાસ્ટ ફાઇનલ કરશું. આ ફિલ્મ હાલના આધુનિક સમયને ધ્યાનમાં રાખીને બનાવામાં આવશે તેમ પણ એકટરમાંથી નિર્માતા બનેલા જેકીએ જણાવ્યું હતું. મૂળ ફિલ્મમાં ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, જીતેન્દ્ર, હેમા માલિની, પરવીન બાબી, નીતુ સિંહ, ડેની, અને વિનોદ મહેરાએ મુખ્ય પાત્રમાં કામ કર્યું હતું.

