કોરોનાવાયરસ ની દહેશત સમગ્ર દુનિયામાં યથાવત છે. અત્યાર સુધી 60થી વધુ દેશોમાં 1,21,161નાં દર્દીઓની ઓળખ થઈ છે. ડોક્ટરોનું માનવું છે કે આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાના કારણે થાય છે. આ કારણ છે કે હવે લોકો હસ્તધનૂન કરવાની જગ્યાએ ભારતીય પદ્ધતિ નમસ્તેથી એકબીજાનું અભિવાદન કરી રહ્યા છે. સૌથી પહેલા ઈઝરાયેલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ પોતાના દેશના લોકોને નમસ્તે દ્વારા એક બીજાને અભિવાદન કરવાની સલાહ આપી હતી. ત્યારે હવે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોને પણ નમસેત કરીને અભિવાદન કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં હાજર ફ્રાન્સનાં રાજદૂત ઈમેનએલ લેનિનને ટ્વિટકરીને જાણકારી આપી હતી.
હવે લોકો હસ્તધનૂન કરવાની જગ્યાએ ભારતીય પદ્ધતિ નમસ્તેથી એકબીજાનું અભિવાદન કરશે
નેતન્યાહુની આ સલાહ પર કોંગ્રેસના વરીષ્ઠ નેતા શશી થરૂરે પણ પ્રતિક્રિયા આપી હતી, કે તેમણે પોતાનાં ટ્વિટમાં લખ્યું કે અમારી તમામ પંરપરામાં વિજ્ઞાન છે, ત્યારે તો ભારત મહાન છે.મંગળવાર સુધી ચીનમાં કુલ 80,778 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ છે. તેમણે છેલ્લા ત્રણ મહિનામાં બિમારીનાં કારણે મરવાવાળા લોકોની સંખ્યા3,158 લોકો છે, સારવાર કરવાવાળા લોકોની સંખ્યા 16,145 લોકો અને સારા થયેલા 61,475 લોકો શામેલ છે.

