ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કોરોના વાઈરસના પહેલા કેસની પુષ્ટી થઈ ચુકી છે. આ સાથે જ ભારતમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 69 થઈ ગઈ છે. કેનેડાથી લખનઉમાં પોતાના સંબંધીઓને મળવા આવેલી એક મહિલામાં કોરોનાની પુષ્ટી થઈ છે. જો કે, મહિલાના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ મહિલાને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. બીજી બાજુ પટનાના પીએમસીએર અને એનએમસીએચમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે.
કેરળ હાઈકોર્ટે નોટિસ આપી
કોરોના વાઈરસના કારણે કેરળ હાઈકોર્ટના રજિસ્ટ્રારે તમામ જિલ્લા ન્યાયાદીશોને એક નોટિસ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર જરૂરી કામો પર વિચાર કરો, નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બિન-જરૂરી કેસ પર વિચાર સ્થગિત કરી દેવા જોઈએ.
કોરોના વાઈરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મહામારી જાહેર કરી દીધી છે. સંગઠને કહ્યું કે, સમાજ અને અર્થવ્યવસ્થા પર પડી રહેલી કોરોનાની અસરને ઓછી કરવા માટે અમે ઘણા સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ સાથે જ ભારતે વિદેશમાંથી આવનારા નાગરિકોના વિઝા 15 એપ્રિલ સુધી રદ કર્યા છે. ચીન, ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી 15 ફેબ્રુઆરી બાદ આવનારા યાત્રિઓને ઓછામાં ઓછા 15 દિવસ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. ભારતમાં કોરોનાના 69 કેસ થઈ ગયા છે. સૌથી વધારે જયપુરમાં 18, ત્યારબાદ કેરળમાં 14, મહારાષ્ટ્રમાં 11 અને ઉત્તરપ્રદેશમાં 9 કેસ સામે આવ્યા છે.
કોરોના વાઈરસ પ્રભાવિત દેશોમાંથી 948 યાત્રિઓને કાઢવામાં આવ્યા
ભારત સરકારે કહ્યું છે કે અત્યાર સુધી કોરોના વાઈરસ પ્રભાવિત દેશોમાંથી 948 યાત્રિઓને કાઢવામાં આવ્યા છે. જેમાંથી 900 ભારતીયો છે, જ્યારે 48 અન્ય દેશોના નાગરિક છે. આ દેશોમાં માલદીવ, મ્યાંમાર, બાંગ્લાદેશ, ચીન, અમેરિકા, મૈડાગાસ્કર, શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રીકા અને પેરુ સામેલ છે.
કેરળમાં 85 વર્ષીય વૃદ્ધની સ્થિતિ ગંભીર
રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમણના કુલ 62 કેસ સામે આવ્યા છે, જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 52 કેસનો પુષ્ટી કરી છે. સાથે જ કેરળમાં 85 વર્ષના વૃદ્ધ સંક્રમિત મહિલાની સ્થિતિ નાજૂક છે, જ્યારે મહિલાના 96 વર્ષના પતિની હાલત સ્થિર છે. જો કે, તે કોરોના વાઈરસથી સંક્રમિત વ્યક્તિના માતા પિતા છે, જે 29 ફેબ્રુઆરીએ તેની પત્ની અને 24 વર્ષીય દિકરા સાથે ઈટલીથી પાછો આવ્યો હતો.
કોરોનાના લીધે અમદાવાદમાં 4 ફ્લાઈટ કેન્સલ, 7 બે કલાક સુધી મોડી
કોરોના વાઈરસને પગલે કુવૈતની તમામ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ આવતી-જતી ઝઝીરા એરવેઝની અમદાવાદ-કુવૈત અને કુવૈત અમદાવાદ તેમજ ઇન્ડિગોની અમદાવાદ કુવૈત અને કુવૈત અમદાવાદ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ આવતી-જતી 7 ફ્લાઈટ 1થી 2 કલાક જેટલી મોડી પડી હતી.
કોરોનાવાઈરસથી પ્રભાવિત દેશોમાં મુસાફરીથી બચવાની સલાહ
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબાએ મંગળવારે ઘણાં મંત્રાલયો અને વિભાગોના સેક્રેટરીની સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી, બાદમાં આ નોટિફિકેશન ઈસ્યુ કરવામાં આવ્યું છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે ચીન, ઈટલી, જર્મની, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, સ્પેન સહિત કોરોનાવાઈરસથી પ્રભાવિત દેશોમાં મુસાફરી કરવાથી બચવાની સલાહ આપી છે.
કેરળમાં સંક્રમિત દર્દીઓનો આંકડો 14ને વટાવી ગયો
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે કહ્યું- રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમણના 14 મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેના ખતરાને જોતા સાતમુ ધોરણ સુધીના કલાસની પરીક્ષાઓ 31 માર્ચ સુધી સ્થગિત રહેશે. જ્યારે ધોરણ 8,9 અને 10ની પરિક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થશે. 31 માર્ચ સુધી ટયુશન ક્લાસ, આંગણવાડી, મદરેસા બંધ કરાવવામાં આવી છે. 11-31 માર્ચ સુધી થિએટર બંધ રહેશે