સ્વાઇન ફ્લૂથી 10 ગણો ખતરનાક છે કોરોના વાયરસ: WHO

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહેલી કોરોના મહામારીને લઇને WHOએ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટનો ખુલાસો સમગ્ર વિશ્વને ચિંતામાં નાંખી દે એવો છે. કારણ કે WHOએ તેના નવા રિપોર્ટમાં કોરોના વાયરસને સ્વાઇન ફ્લૂ કરતાં 10 ગણો ખતરનાક દર્શાવ્યો છે. 

સ્વાઇન ફ્લૂ H1N1ના નામથી પણ ઓળખવામાં આવે છે, સ્વાઇન ફ્લૂએ વર્ષ 2009માં વૈશ્વિક મહામારીનું કારણ બન્યો હતો. 

નોંધનીય છે કે વિશ્વભરના દેશોમાં કોરોના મહામારી ફેલાઇ ચૂકી છે. ચીનમાંથી ઉદભવેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વ સહિત ભારત અને અમેરિકા જેવા દેશોને પણ બાનમાં લીધા છે. વૈશ્વિક સ્તરે કોરોનાવાયરસના કુલ 18 લાખથી વધારે કેસો બની ચૂક્યા છે અને એક લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. એકલા અમેરિકામાં જ 22 હજારથી વધુ લોકોના મોત થયા છે.