શાનદાર ગ્લોબલ સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી સાથે કારોબાર શરૂ થયો છે. સેન્સેક્સમાં આશરે 1050 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોર પકડ્યું છે. બીએસઈનું મિડકેપ ઈન્ડેક્સ 2.17 ટકા વધીને વેપાર કરી રહ્યુ છે. તે જ સમયે, બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 1.66 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આજે ઓઇલ-ગેસ શેરોમાં પણ જોવા મળી રહી છે. બીએસઈનો ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2.15 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે.
આજના કારોબારમાં ચારેબાજુ તેજી જોવા મળી રહી છે. બેન્કિંગ, મેટલ, ઓટો અને આઇટી શેરોમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે. રિયલ્ટી એફએમસીજી અને ફાર્મા શેરોમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. બેન્ક શેરોમાં જોરદાર તેજી સાથે બેન્ક નિફ્ટીમાં 5 ટકા તેજી સાથે 20,350.95 સ્તર પર નજર આવે છે.
હાલ બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સમાં 995 પોઈન્ટ એટલેકે 3.25 ટકાની તેજી સાથે 31,600ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. તો એનએસઈના 50 શેરોમાં પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટીમાં 300 પોઇન્ટ એટલેકે 2.27 પોઈન્ટ તેજી સાથે 9,290 આસપાસ કારોબાર કરી રહ્યો છે.
ઇકોનોમીને બૂસ્ટ કરવા બીજા રાહત પેકેટથી આજે સવારે RBI ગવર્નર કોન્ફર્ન્સ કરવાના છે જેમાં કોરોનાથી લડવા માટે ઉપાયોની જાહેરાત કરવામાં આવશે.

