સના ખાન બોલીવૂડનો ચર્ચિત ચહેરો છે તાજેતરમાં જ તેની સાથેની મુલાકાતમાં તેણે તેના વિશે ઘણી રસપ્રદ બાબતો જણાવી હતી. આવો જાણીએ તેના જ શબ્દોમાં……
તે તેનો ફોન, ચાર્જર અને પર્સ આ ત્રણે વસ્તુઓને હમેશાં તેની સાથે રાખે છે. એક પુરુષમાં તે સ્વચ્છતા અને વચનબદ્ધતા જોવા ઈચ્છે છે. અને દેખાડો કરતા મોટી મોટી વાતો કહેતા પુરુષો તેને બિલકુલ નથી ગમતાં.
તેણે પુરુષો માટે સ્ત્રીને અભિભૂત કરવાની ગુરુચાવી જણાવતા કહ્યું કે પોતાના વ્યક્તિત્વને જેવો છે તેવો જ રજૂ કરતા પુરુષો જોઈને સ્ત્રી નિશ્ચિત કરી શકે છે કે તે તેના માટે યોગ્ય છે કે નહીં.
છેલ્લી વાર તમે કયા પુરુષની પાછળ હતા કે કયા પુરુષ તમારી પાછળ હતો તે વિશે જણાવતા અભિનેત્રીએ કહ્યું કે હમણાના સમયમાં કોઈ કોઈની પાછળ નથી હોતું. કારણ આજકાલ બધુ ખૂબ જ ઝડપી બની ગયું છે કે તમારી જગ્યા ઝડપથી બીજું કોઈ લઈ લે છે જે લોકો તમને સાચા હૃદયથી ચાહે છે તે તમારા સંપર્કમાં હમેૅશાં રહે છે. તમારે આ બાબતે ખૂબ જ ધ્યાનપૂર્વક રહેવાની આવશ્યક્તા છે. હું ક્યારેય કોઈ પુરુષની પાછળ નથી જતી.
તે ખૂબ જ બોલકી છે પણ કેટલીક વાર પાર્ટીમાં તેને વાતો કરવામાં ખાસ રસ નથી હોતો તે એવા લોકો વચ્ચે હોય છે જેમની વચ્ચે તેને અજુગતું માગે છે. કેટલીક વાર તેના મિત્રો તેને એકલામાં તેની સાથે જ વાતો કરતી ઝડપી લે છે. આ અભિનેત્રીને ડ્રીન્કિંગનો શોખ નથી.
અભિનેત્રીના મતે તમારી તંદુરસ્તી તમારા શરીરના આકાર કરતા વધારે મહત્ત્વપૂર્ણ છે જો તમે તંદુરસ્તી છો તો આકર્ષક દેખાવા કોઈ ખાસ આકાર હોય તેેની આવશ્યક્તા નથી. તે એકવાર વિશ્વાસઘાતનો સામનો કરી ચૂકી છે જેને કારણે તે મોટી ભાવનાત્મક મુશ્કેલીથી બચી ગઈ.
અભિનેત્રી તેના સેલિબ્રિટી સ્ટેટસનો સમય આવે ત્યારે લેવાનું ચૂકતી નથી. તેના માટે પરફેક્ટ ડેટની વ્યાખ્યા શી છે તે વિશે જણાવતા અભિનેત્રીએ કહ્યું કે જે જગ્યા વધારે ભીડભાડવાળી ન હોય, થોડી ઉષ્માદાયક અને આરામદાયક હોય. હું એવા છોકરાથી ઘૃણા કરું છું જેઓ પહેલી જ વારમાં છોકરીઓને ભૂખ્યા વરુની જેમ જોયા કરે….