કોંગ્રેસમાં ઠાકોર સમાજને ટિકિટ આપવા અંગે અલ્પેશ-જગદીશ ઠાકોર આમનેસામને

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસમાં ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી અને કોને નહીં તે બાબતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પાટણમાં જગદીશ ઠાકોરને ટિકિટ આપવાના મુદ્દે બાંયો ચડાવી હોવાનું સૂત્રોનું કહેવું છે, જેના પગલે જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા. આ પછી ચાવડાએ અલ્પેશ અને જગદીશ ઠાકોરને એકમત થઇને ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી તે બાબતે સહમતી સાધવાની તાકીદ કરી હતી. આ મુદ્દે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો સંપર્ક કરતા બંનેએ કહ્યું હતું કે, અમારી વચ્ચે કોઇ વિવાદ નથી.