પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તરફથી કાશ્મીરી હિંદુઓની ભાવનાને ધ્યાનમાં રાખી શારદા પીઠકોરિડોર ખોલવાનો ફેસલો લીધો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છ. આ કોરિડોર ખોલવા માટે કાશ્મીરી હિંદુ પાછલા કેટલાય વર્ષથી માંગ કરી રહી હતી. પાછલા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે કરતારપુર કોરિડોર બાદ અહીં સ્થિત હિંદુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો ખોલવા પર વિચાર કરી રહ્યા છે. એ સમયે ભારતીય મીડિયા સાથે વાતચીત કરતા ઈમરાન ખાને પીઓકે સ્થિત શારદા પીઠ અને પંજાબ પ્રાંતમાં સ્થિત કટાસરાજ મંદિરનો ઉલ્લેખ કર્યો. જમ્મુ અને કાશ્મીરના જાણીતા પ્રોફેસર અયાઝ રસૂલ નાજકી વર્ષ 2007માં શારદા પીઠ ગયા હતા અને તેઓ પહેલા ભારતીય હતા જેમણે આ શ્રાઈન જોયું હતું. આ શ્રાઈન કાશ્મીરી પંડિતો માટે બહુ મહત્વનું છે.

