મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન નજીક સબલપુર ગામમાં રહેતો અતુલ નામનો યુવક રવિવારે સાંજે મિત્રો સાથે નજીકમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા ગયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. અતુલ નામના યુવકની લાશ પાલનપુર ગામના તળાવમાંથી મળી આવતા પરિવારજનો અને મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પરિવારજનોએ યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાયો હોવાનો આક્ષેપ કરતા ચકસાર મચી હતી.

