પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ વિરુદ્ધ હિંસાના વિરોધમાં 17 જૂને દેશવ્યાપી હડતાળ: IMA

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પશ્ચિમ બંગાળમાં કરાયેલા ડોક્ટરો પર હુમલાના વિરોધમાં 17 જૂને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી હર્ષવર્ધને દેશના તમામ રાજ્યોમાં ડોક્ટર્સ અને તબીબી સારવાર સાથે જોડાયેલા લોકોની કોઇ પણ પ્રકારની સુરક્ષા માટે ખાસ કાયદો લાગુ કરવા માટે મંત્રણા કરવા જણાવ્યું હતું, જે પછી IMAએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી.

IMAની જાહેરાત મુજબ આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)સેવાઓ સહિત અન્ય બિનજરુરી સેવાઓ સોમવાર સવાર છ વાગ્યાથી મંગળવાર સવાર છ વાગ્યા સુધી ચોવીસ કલાક માટે બંદ રહેશે. આ દરમિયાન ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશ.

હડતાળની જાહેરાત કરતા સંસ્થાએ ડોક્ટર્સ અને અન્ય કર્મચારીઓ તથા હોસ્પિટલ્સમાં આ પ્રકારની હિંસાને રોકવા માટે ખાસ કાયદાની માંગ કરી હતી. સંસ્થાના નિવેદન મુજબ હિંસાના આરોપી માટે દંડની જોગવાઇઓ કાયદામાં સામેલ કરવી જોઇએ.