ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાના પુત્ર મીત વાઘાણી યુનિર્વસિટી પરિક્ષામાં ચોરી કરતા પકડાયા બાદ ભાવનગર યુનિર્વસિટીના વાઈસ ચાન્સલરને એકલ પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, કેટલાંક લોકો યુનિર્વસિટી અને વ્યકિગત રીતે મને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની મને ભીતી છે. આ પ્રકારની ગેરસમજણ થાય નહીંમાટે આ પત્ર લખી રહ્યો છું. જીતુ વાઘાણી પોતાના પત્રમાં લખે છે કે, આપ ન્યાયી રીતે કામ કરી રહ્યા છો, ત્યારે આ પ્રકારના કિસ્સામાં બીજા વિદ્યાર્થીઓ સાથે નિયમાનુસાર જેવી કાર્યવાહી થાય છે. તેવી જ કાર્યવાહી મારા પુત્ર સાથે જ થાય, આ અંગે મારો જે પણ સહકાર જોઈતો હોય તે આપવામાં આવશે, આ ઘટના પહેલા કે પછી મારા તરફથી કોઈ હસ્તક્ષેપ નથી અને કોઈને તે અંગે જણાવેલ નથી જેની ગેરસમજ થાય નહીં તે જોવા વિનંતી છે. આ સંદર્ભે યુનિર્વસિટીની પ્રક્રિયા બાકી હોવા છતાં મારા પરિવાર અને પુત્રે પરિક્ષા આપવા પાત્ર હોવા છતાં બાકીના વિષયની પરિક્ષા નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

