અરવલ્લી જીલ્લામાં વીજતંત્રની બેદરકારીના પગલે પ્રજાજનોએ ભારે નુકસાની સહન કરવું પડી રહ્યું છે. વીજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના હાથ કાંડા અને બુદ્ધીમાં જાણે કાટ આવી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. વીજ તારના તણખાઓથી આગ લાગવાના બનાવો દિવસો દિવસ વધતા જાય છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓથી ખુરશી છૂટતી નથી. કદાચ ગરમીને કારણે લૂ ન લાગી જાય એટલે તેઓ ફીલ્ડ પર આવતા નહીં હોય. પરંતુ તેમની આ આડસ અન્યો માટે જીવનું જોખમ બની ગઈ છે. ઘટના એવી છે કે, ભિલોડા તાલુકાના ધરાસણ-અજિતપુરા ગામે એક ખડૂતના ઘર પરથી પસાર થતા વીજતારમાં શોર્ટ સર્કિટ સાથે તણખા ઝરતા ઘરમાં આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આગ પ્રસરી ઘર બાજુમાં પશુઓના તબેલાને લપેટમાં લેતા ૬ દુધાળા પશુઓ આગમાં ભડથું થઈ ગયા હતા. ખેતરમાં ગયેલા પરિવારને જાણ થતા ઘરે દોડી આવ્યો હતો. ઘર અને પશુઓને આગમાં શ્વાહા થયેલા જોતાની સાથે આઘાતમાં સરી પડ્યો હતો. જોકે તેનું કારણ એ હતું કે પોતાની જીવન પુંજી માટેની મહેનત અને અબોલ જીવની કિંમત તેમના મને ઘણી હતી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા પાસે આવેલ ધરાસણ-અજિતપુરા ગામે શુક્રવારે બપોરેના સુમારે ખેડૂત પરિવાર સહિત ખેતરમાં ઘઉં વાઢવા ગયો હતો. તે દરમિયાન પોતાના ઘર પર પસાર થતી જીવંત વીજ લાઈનના તાર ઢીલા હોવાને કારણે તારમાંથી શોર્ટ સર્કિટ થઈ એકાએક તણખા ઝરવા લાગ્યા હતા. આ તણખા ખેડૂતના ઘર પર પડતા ખેડૂતનું ઘર સળગવા લાગ્યું ઘરમાં રાખેલ ઘાસચારાને લઇ ખેડૂત વક્સીભાઈ અસોડાના ઘરની આગ વિકરાળ બની અને ઘરના ઘમાણમાં રહેલા 6 પશુઓ આગમાં ભડથું થઈ ગયા હતા. બપોરનો સમય હોવાથી અને ઘેર માત્ર દુધાળા પશુઓ સિવાય કોઈ ના હોવાથી ઘર, પશુઓ અને ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. જેથી ખેડૂતની હાલત કફોડી બની હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો થતાં તેઓ દોડી આવ્યા હતા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, ગ્રામજનો આગ બુજાવે તે પહેલાં 2 ભેંસ, 2 બકરી અને 2 વાછરડા તમામ પશુઓ આગમાં ભડથું થઈ ગયા હતા. ઘટનાને પગલે યુજીવીસીએલના કર્મચારીઓ અને ભિલોડા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે હવે તપાસ કે જે કાગળ પર રહેવાની તેનું કોઈ નક્કર પરિણામ આવે તો સારું, વીજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પગાર તો ધરખમ લે છે પરંતુ ફિલ્ડ પર આવી કામ કરવામાં કે પહેલાથી જ તારની અને વીજ પોલની તપાસ કરવામાં તેમની કમર કેમ તુટી જાય છે તે સમજાતું નથી તેવી ચર્ચાઓ ગામના ભાગોળે સાંભળવા મળી હતી.
