મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ડ વાડ્રાને શરતી જામીન મળ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

મની લોન્ડ્રીંગ કેસમાં રોબર્ટ વાડ્રાને રાહત મળી છે. રોબર્ટ વાડ્રાને કોર્ટે આગોતરા જામીન મળી ગયા છે. આ સાથે જ વાડ્રાના સહયોગી મનોજ અરોરાને પણ આગોતરા જામીન મળી ગયા છે. CBIની વિશેષ કોર્ટે વાડ્રાને આગોતરા જામીન આપ્યા છે.

EDનું કહેવું છે કે, તે કોર્ટના આ નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકારશે. જ્યારે કોર્ટે કહ્યું છે કે, રોબર્ટ વાડ્રા અને મનોજ અરોરાને આગોતરા જામીન માટે 5 લાખ રૂપિયા ભરવા પડશે. તેમજ રોબર્ટ વાડ્રા અને મનોજ અરોરાએ કોર્ટની પૂર્વ પરવાનગી વિના દેશ છોડી શકશે નહી તેમજ કોર્ટ બોલાને ત્યારે બંન્નેએ તપાસમાં જોડાવું પડશે. આ સિવાય કોર્ટે આદેશ કર્યો છે કે, કેસ સાથે જોડાયેલા પુરાવા અને સાક્ષી સાથે ચેડા કરશે નહી.