લોકસભા ચૂંટણી આવતા જે નેતાઓ ભાન ભૂલીને વિવાદાસ્પદ નિવેદનો કરી જનતાને આકર્ષવા કે મધ્ય બિંદુ બનવાનો પ્રયત્ન કરતા હોય છે. ભારતની દરેક રાજકીય પાર્ટીના નેતાઓ પ્રતિસ્પર્ધી નેતાઓ માટે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરતા નજરે ચડી રહ્યા છે, તાજેતરમાં જ પીપલ્સ રિપબ્લિકન પાર્ટીના યુવા નેતા જયદીપ કવાડે કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઇરાની પર ભાનભૂલી નિવેદન આપી વિવાદ ઉભો કર્યો છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં ચૂંટણી પ્રચાર કરતા કવાડે સ્મૃતિ ઇરાની પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી કે, સ્મૃતિ ઇરાની ગડકરી પાસે બેસીને બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે. હું તમને ઇરાની વિશે એક વાત કહેવા માંગુ છું. તેઓ પોતાના માથે મોટી બિંદી લગાવે છે. મને કોઇએ જણાવ્યું હતું કે, સતત પતિ બદલતી મહિલાની બિંદી પણ મોટી થતી જાય છે.
નાગપુરમાં રેલીને સંબોધન કરતા કવાડેએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. બીજેપીએ આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી છે.
વીડિયોમાં કવાડે નિવેદન આપી રહ્યા છે કે, પતિ બદલવું આસાન છે, પરંતુ ભારતના બંધારણને બદલવું મુશ્કેલ છે.
એક મહિલા નેતા પર આપત્તિજનક ટિપ્પણી કરતા જયદીપ પાછળ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ મંચ પર હાજર હતા, પરંતુ તેમણે પણ કવાડેને રોકવાનો પ્રયત્ન ન કરતા ટીકાપાત્ર બન્યા છે. કવાડેની ટિપ્પણી પછી નેતાઓ હસતા જોવા મળ્યા હતા.

