અભિનંદન જ નહીં તેમની સાથે આ મહિલા એ પણ પાકિસ્તાનને બરાબરનું ખદેડ્યું હતું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન દ્વારા જ્યારે ભારત પર બદલાની નિયતથી હુમલાની કોશિષ થઇ તો તેને એરફોર્સે બખૂબી નિષ્ફળ કરી. ભારતીય પાયલટ્સ પાડોશી દેશના જેટ્સને પાકની બોર્ડર સુધી ખદેડી ગયું. આ આખા ઘટનાક્રમમાં વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીની ખૂબ ચર્ચા થઇ. પરંતુ કાર્યવાહીને સફળ બનાવામાં જે બીજા લોકોનો હાથ હતો તેમાંથી કેટલાંય નામ ગુમનામ રહી ગયા. તેમાંથી એક મહિલા સ્ક્વોડ્રન લીડર પણ હતા પોતાની સૂઝબૂઝ અને અસાધારણ એલર્ટથી હુમલાને નિષ્ફળ બનાવામાં પૂરો સાથ આપ્યો.

હાલ આ ઓફિસરનું નામ સામે આવ્યું નથી અને બની શકે કે સુરક્ષાની દ્રષ્ટિથી કયારેય સામે આવે પણ નહીં. પરંતુ તેમની બહાદુરીને એરફોર્સ ચોક્કસ આદર કરશે. મળતી માહિતી પ્રમાણે એરફોર્સના વિશિષ્ટ સેવા મેડલ માટે તેમના નામની ભલામણ કરાઇ છે.

મહિલા સ્ક્વૉડ્રન લીડન એરફોર્સમાં ફાઇટર કંટ્રોલરની ભૂમિકામાં છે. હાલ પંજાબમાં આવેલા આઇએએફના એક રડાર કંટ્રોલ સ્ટેશન પર તેમનું પોસ્ટિંગ છે. 27મી ફેબ્રુઆરીના રોજ જ્યારે પાકિસ્તાનની તરફથી અંદાજે 24 એફ-16, જેએફ-17એસ, અને મિરાજ 5થી હુમલો કરાયો તો ફાઇટર કંટ્રોલરે આ તણાવભરી સ્થિતિને સારી રીતે સંભાળી અને સતત ભારતીય ફાઇટર પાયલટ્સને પાકિસ્તાની જેટ્સની માહિતી આપતી રહ્યા.