હાર્દિક પંડ્યાની ગણતરી હાલના સમયમાં કંઇ એમ જ બેસ્ટ ઓલરાઉન્ડર તરીકે થતી નથી. ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ની સામે બુધવારના રોજ રમાયેલ મુકાબલામાં તેમણે પહેલા બેટિંગથી ધમાકો કર્યો અને પછી 3 મોટી વિકેટ ઝડપી મુંબઇ ઇન્ડિયન્સની જીતમાં અગત્યની ભૂમિકા નિભાવી. તેમણે વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ વિનિંગ પર્ફોમન્સ માટે મેન ઓફ ધ મેચ માટે પસંદ કરાયો. આપને જણાવી દઇએ કે મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની સામે 171 રનનો લક્ષ્યાંક હતો. જવાબમાં ચેન્નાઇ 8 વિકેટ પર 133 રન સુધી જ પહોંચી શકયું.
ધોનીની વિકેટ રહી ટર્નિંગ પોઇન્ટ
પંડ્યા એ 8 બોલમાં 3 સિક્સર અને એક ચોગ્ગાની મદદથી નોટ આઉટ 25 રનની ઇનિંગ્સ રમ્યો. જ્યારે બોલિંગમાં તેણે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ પોતાની ઝોલીમાં નાંખી. તેમાં CSKના કેપ્ટન એમએસ ધોની (12) અને રવિન્દ્ર જાડેજા (1)ની વિકેટ તેમણે એક જ ઓવરમાં લીધી, જે મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. ધોનીએ પાછલી મેચમાં ધડાકો કરતાં ટીમને જીત અપાવી હતી. ત્યારે મુંબઇની સામે પણ CSK જીત અપાવશે તેવી ફૈન્સને આશા હતી. પરંતુ પંડ્યા એ આમ કરવા દીધું નહીં. ચેન્નાઇની ટીમ લક્ષ્ય કરતાં 37 રન દૂર રહી ગઇ. દીપક ચાહર (7)ના રૂપમાં હાર્દિકે ત્રીજી વિકેટ ઝડપી.

