ટોમ ક્રૂઝના દીકરાના વેડિંગમાં નિકોલ કિડનેમની એન્ટ્રી પર બૅન મૂકાયો

ફિલ્મ જગત

કોન્નોર ક્રૂઝ તેના મૂવી સ્ટાર ડેડની જેમ સાયન્ટોલોજિસ્ટ છે. તે ટૂંક સમયમાં તેની ઇટાલિયન ગર્લફ્રેન્ડ સિલ્વિયાની સાથે મેરેજ કરશે, પરંતુ એમ કહેવામાં આવી રહ્યું છે કે, આ વેડિંગમાં નિકોલ સ્વીકાર્ય નથી. એક સોર્સે કહ્યું હતું કે, ‘આ નિર્ણય ટોમનો જ છે. કોન્નોરે તેની વાત માની હતી.’કોન્નોર ભૂતપૂર્વ ડીજે છે.

વાસ્તવમાં નિકોલને વેડિંગમાં ઇન્વાઇટ નહીં કરવામાં આવે એ વાતથી અનેક લોકોને આશ્ચર્ય થયું નથી. કેમ કે, આ ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ અને ટોમની પાસે રહેતા તેના દત્તક લીધેલાં બે બાળકો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાનું વર્ષોથી કહેવામાં આવી રહ્યું છે. 2001માં તેઓ અલગ થયા એ પછી ટોમને જ તેમનાં બે બાળકોની કસ્ટડી મળી હતી. એ સમયે તેમનાં બાળકોએ તેમના ફાધરની સાથે રહેવાનું પસંદ કર્યું હતું. નિકોલ તેના મેરેજનો ભંગ થયો એના માટે સાયન્ટોલોજીને જવાબદાર ગણાવે છે.