પાકિસ્તાનના એક પણ એફ-16 વિમાનને ભારતે તોડ્યું નથી : અમેરિકન મૅગેઝિનનો દાવો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

અમેરિકાના એક પ્રતિષ્ઠિત મૅગેઝિન ‘ફૉરેન પૉલિસી’નું કહેવું છે, “અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ હાલમાં જ પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનોની ગણતરી કરી હતી અને તેમની સંખ્યા પૂરી છે.”

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારત પોતાના નુકસાન વિશે સત્ય જણાવે.

પત્રિકાના જણાવ્યા પ્રમાણે, “બે વરિષ્ઠ અધિકારિઓએ જણાવ્યું કે તેમણે હાલમાં જ એફ-16 વિમાનોનું નિરીક્ષણ કર્યું છે અને તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.”

આ તપાસનાં પરિણામો ભારતીય વાયુ સેનાના એ દાવાથી ઊલટાં છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પોતાનું વિમાન તૂટી પડે તે પહેલાં એક પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું.

પાકિસ્તાનની મિસાઇલથી ખુદ અભિનંદનનું લડાકુ વિમાન નષ્ટ થઈ ગયું હતું.

અમેરિકન અધિકારીઓએ ફૉરેન પૉલિસીને જણાવ્યું કે બંને દેશો વચ્ચે હાલના વિવાદના કારણે કેટલાંક વિમાનોને તુરંત તપાસ માટે ઉપલબ્ધ કરાવ્યાં નહોતાં. એટલે ગણતરી કરવામાં કેટલાંક અઠવાડિયાં લાગી ગયાં.

પાકિસ્તાન અનેક વખત આ દાવાને નકારી ચૂક્યું છે. શુક્રવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ આ રિપોર્ટ પર ટિપ્પણી કરતાં કહ્યું કે આ પાકિસ્તાનું વલણ છે અને આ સાચું છે.