ત્રણ તલાક મુદ્દે અમિત શાહે કોંગ્રેસને બરાબરની ઘેરી

મુખ્ય સમાચાર રાજકીય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હી ખાતે કાન્સ્ટીટ્યૂશન ક્લબમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે ત્રણ તલાકના વિરોધ પાછળ તુષ્ટિકરણની રાજનીતિ છે. શાહે કહ્યું કે ત્રણ તલાક હટાવવામાં કોઈની તાકત નહોતી. આ ઐતિહાસિક પગલું ભરવા માટે પીએમ મોદીનું નામ ઇતિહાસના સમાજ સુધારકોમાં લેવામાં આવશે.

અમિત શાહે કહ્યું કે ત્રણ તલાક એક કુપ્રથા છે એમાં કોઈ શંકા નથી. ત્રણ તલાક પર કાયદો બનવાથી મુસ્લિમ મહિલાઓને તેમનો અધિકાર મળ્યો છે. તેમને કહ્યું કે 16 ઘોષિત ઇસ્લામિક દેશોમાં અલગ-અલગ સમય પર ટ્રિપલ તલાકને તલાક આપવાનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં 56 વર્ષ લગ્યા. આનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટીકરણની રાજનીતિ હતી. જો આ ઇસ્લામ વિરુદ્ધ હોત તો અન્ય ઇસ્લામિક દેશ આ ગૈર ઇસ્લામિક કામ કેમ કરતા.તેમને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે સાડા પાંચ વર્ષોના કાર્યકાળમાં 25 વર્ષથી વધુ ઐતિહાસિક નિર્ણય લઈ દેશની દિશા બદલવાનું કામ કર્યુ છે. ત્રિપલ તલાકને સમાપ્ત કરવું માત્ર ને માત્ર મુસ્લિમ સમાજના ફાયદા માટે છે. ઉપરાંત તેમને સમાજને સર્વસ્પર્સી- સર્વસમાવેશી માર્ગ પર આગળ વધારવાની વાત પણ કહી. ઉપરાંત તેમને કહ્યું કે 2019માં બીજેપીને ફરી પંસદ કરી દેશની જનતાએ તુષ્ટિકરણથી દેશને હંમેશા માટે મુક્ત કરવો નિર્ણય કર્યો છે.