વિવાદિત નિવેદનો આપવા માટે જાણીતા વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે ફરી એક વાર વિવાદિત નિવેદન કર્યું છે. બે દિવસ પૂર્વે વાઘોડિયા તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના લોકાર્પણ સમયે આપવામાં આવેલા સંબોધનમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. કે જો કમળના વોટ નહિ નીકળ્યા તો ઠેકાણે પાડી દઈશ.. આ નિવેદન સામે આવતા ફરી એક વાર વિવાદ સર્જાયો છે.
લોકસભાની ચુંટણી સમયે રાજકીય પક્ષો ના નેતાઓ વિવાદિત નિવેદનો કરતા હોય છે. એક બીજા પર આપત્તિજનક નિવેદન કરનાર રાજકીય નેતાઓ તો ઘણા જોયા પણ જયારે કોઈ નેતા મતદારો ને જ ગર્ભિત ચીમકી આપી દે તો શું સમજવું ? વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકામાં આવો કિસ્સો જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારો ને સંબોધીને કહ્યું હતું કે “ વાઘોડિયા ના ભાઈઓ બહેનો ને હું વિનંતી કરું છું કે બધા જ બુથની અંદર કમળના જ નિશાન નીકળે..કમળના નિશાન નહિ નીકળે તો કાન ખોલી ને સાંભળી લેજો જે પણ ગેરકાયદેસર રહે છે. એમને ઠેકાણે પાડી દઈશ”
આ નિવેદન નો સીધો ઈશારો વાઘોડિયા વિધાનસભામાં રહેતા પરપ્રાંતીય તરફ હતો. વાઘોડિયા મત વિસ્તારમાં વાઘોડિયા GIDC અને નંદેસરી GIDCમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોમાં પરપ્રાંતીય કામદારો કામ કરે છે. એવામાં તેઓ પંચાયત નો વેરો પણ નથી ભરતા તેઓ ઉલ્લેખ મધુ શ્રીવાસ્તવે કરી અને સીધો આક્ષેપ કર્યો હતો. આ બે દિવસ પૂર્વેનું નિવેદન આજે સામે આવતા વિવાદ સર્જાયો છે. જયારે નિવેદન ના પગલે જીલ્લાનું રાજકારણ ગરમાવા પામ્યું છે.

