બેંકમાંથી વધારે રોકડ ઉપાડી તો 2 % ટેક્સ લાગશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે વર્ષ 2019-20નું અંદાજ પત્રક રજૂ કર્યુ હતું. આ અંદાજ પત્રકમાં તેમણે જાહેરાત કરી હતી કે જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં બેંકમાંથી રૂપિયા 1 કરોડથી વધારે રકમ ઉપાડશે તો રૂ.2 લાખ ટેક્સ આપવાનો રહેશે.

જોકે, સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. રૂપિયા 5 લાખની આવક સુધી એક પણ રૂપિયો ઇનકમટેક્સ નહીં લાગે પરંતુ તેનાથી વધુ ઇનકમ ધરાવતા લોકોએ ટેક્સ ચુકવવાનો રહેશે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે બેન્કમાથી રૂપિયા 2-5 કરોડ ઉપાડવા બદલ 3-5 ટકા ઇનકમટેક્સ લાદશે જ્યારે 5 કરોડથી વધુની રકમ પર 7 ટકા ચાર્જ લાગશે. આ ઉપરાંત ટેક્સ સ્લેબને સરળ કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે.