વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું- 16થી 20 એપ્રિલ વચ્ચે ભારત ફરી હુમલો કરી શકે છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે અમારી પાસે પૂરતી જાણકારી છે કે ભારત ફરી એક વખત હુમલાની યોજન બનાવી રહ્યાં છે. કુરૈશીના જણાવ્યા મુજબ, ભારત 16થી 20 એપ્રિલ વચ્ચે હુમલો કરી શકે છે. આ સંદર્ભે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પાંચ કાયમી સભ્યોને તેની જાણકારી પણ આપી દીધી છે.

કુરૈશીએ રવિવારે મુલતાનમાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ભારત ફરી હુમલાની યોજના બનાવી રહ્યું છે. તેઓએ તે સ્પષ્ટ ન કર્યું કે પાકિસ્તાનની પાસે હુમલાને લગતી શું જાણકારી છે, કે હુમલો કઈ નિશ્ચિત તારીખે થશે. પરંતુ તેઓએ એમ જરૂરથી કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાન આ વાતને દેશને સંબોધશે.