વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના વિરોધી પક્ષોને તેમના વતી વિનંતી કરેલ છે કે રાજકારણના લીધે આપણા દેશને દુનિયા આગળ નબળો પાડવા દેશો નહિ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ તેઓની કન્યાકુમારીની બેઠક દરમ્યાન દરેક પક્ષોને કહેલ છે કે આપણે સૌ પ્રથમ ભારતીય છીએ પછી પછી રાજકારણી છીએ તેથી રાજકારણેને અત્યારે દેશની સુરક્ષાથી દુર રાખો. 26/11 ના મુંબઇ હુમલા બાદ નિષ્ક્રિયતાને યાદ કરતાં, વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે એનડીએ સરકાર કાર્યવાહીમાં માને છે.
મોદીએ કહ્યું કે “ઉરી જે થયું, તમે જોયું કે આપણા બહાદુર સૈનિકોએ શું કર્યું. પુલવામામાં થયું, તે તમે જોયુ કે અમારી હવાઈ દળ શું કરે છે”
મોદીએ કહ્યું, “છેલ્લા બે દિવસોમાં થયેલી ઘટનાઓએ આપણા સશસ્ત્ર દળોની તાકાત ફરીથી દર્શાવ્યું છે.”

