પોલીસ સ્ટેશનોની સુરક્ષા બુલેટ પ્રૂફ જેકેટ અને બંકરોથી કરવામાં આવી રહી છે.

ગુજરાત મુખ્ય સમાચાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ હોવાના કારણે તેના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે. રાજ્ય સરકારે જળમાર્ગે, ભૂમિ માર્ગ અને હવાઇમાર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ત્યારે તેની અમદાવાદમાં પણ પડી રહી છે. રાજ્યમાં હાઇએલર્ટના પગલે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશન જેવા કે, વેજલપુર, શાહપુર, ખાનપુર, કાલુપુર, દરિયાપુર, શહેરકોટડા સહિત વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશનોની સુરક્ષા બુલેટ પ્રૂફ જેકેટથી કરવામાં આવી રહી છે. હાલ આ તમામ પોલીસ સ્ટેશનો બહાર મોટા બંકરો ઉભા કરવામાં આવ્યા છે.

2 દિવસ પહેલા જાહેરાત કરાઇ હતી, કે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનો પર બે હથિયારધારી ગાર્ડ દ્વારા સુરક્ષા કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદના જે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સ્ટેશન છે ત્યાં રેતીની બોરીથી બનાવેલ બંકરો ઉભા કરવામાં આવ્યા છે. તેમજ પોલીસને યુદ્ધ સામગ્રી અને શસ્ત્રોની તૈયાર સાથે રહેવા અને 24 કલાક સુરક્ષા કરવા આદેશ અપાયા છે.

આટલું જ નહીં, તમામ જવાનોને બુલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવ્યા છે, તેમજ પુરતા પ્રમાણમાં જવાનો પાસે જેકેટ નહીં હોય તો તેની વ્યવસ્થા હેડક્વાર્ટસથી કરવા જણાવ્યું છે.