વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી ઓસાકાએ કોચ સાથે છેડો ફાડયો

ખેલ-જગત મુખ્ય સમાચાર

આંતરરાષ્ટ્રીય મહિલા ટેનિસમાં છેલ્લી બે ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ જીતીને વર્લ્ડ નંબર વનનો તાજ હાંસલ કરનારી જાપાનીઝ ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ અચાનક જ કોચ સાસ્ચા બાજીન સાથે છેડો ફાડી નાંખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ઓસાકાએ કોચ સાથે છૂટા પડવાની જાહેરાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર કરી હતી. તેણે લખ્યું કે, હું હવે સાસ્ચા (બાજીન) સાથે કામ કરી રહી નથી. હું તેમનો આભાર માનુ છું અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. ઓસાકાની આ જાહેરાતના અડધો કલાક બાદ બાજીને તેનો પ્રતિભાવ આપતાં જાપાનીઝ ખેલાડીનો આભાર માન્યો હતો અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. ઓસાકાએ બાજીનને વર્ષ ૨૦૧૮ની સિઝન પહેલા કોચ તરીકેની જવાબદારી સોંપી હતી.