ભારતની જેમીમા મહિલા T-20 બેટિંગ રેન્કિંગમાં બીજા ક્રમે

ખેલ-જગત

ભારતીય બેટ્સવિમેન જેમીમા રોડ્રિગ્યુઝ મહિલાઓના ટી-૨૦ રેન્કિંગમાં બેટ્સવિમેન કેટેગરીમાં વિશ્વમા બીજું સ્થાન મેળવવામાં સફળ રહી છે. જ્યારે ભારતીય સ્પિનર રાધા યાદવે ટી-૨૦ના બોલર્સની યાદીમાં ટોપ-૧૦મા એન્ટ્રી મેળવી છે. તેને ૧૦મું ં સ્થાન આપવામાં આવ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦માં ભારતની મહિલા ટીમનો ૦-૩થી વ્હાઈટવોશ થયો હતો. જોકે ભારતીય ખેલાડીઓએ લડાયક દેખાવ કરતાં રેન્કિંગમાં સુધારો કર્યો હતો. જેમીમા રોડ્રિગ્યુઝે ટી-૨૦ના બેટીંગ રેન્કિંગમાં ચાર સ્થાનના સુધારા સાથે બીજો ક્રમ હાંસલ કરી લીધો હતો. જ્યારે સ્મ્રિતિ મંધાનાના રેન્કિંગમાં પણ ચાર સ્થાનનો સુધારો થયો હતો અને હવે તે છઠ્ઠા ક્રમે આવી પહોંચી છે. ઓપનર સ્મ્રિતિ મંધાનાએ ત્રણ ટી-૨૦ની સિરીઝમાં ૧૮૦ રન ફટકાર્યા હતા. જ્યારે ૧૮ વર્ષની જેમીમાએ ત્રણ મેચમાં કુલ મળીને ૧૩૨ રન નોંધાવ્યા હતા.