ભયભીત પાકિસ્તાન, કહ્યું-ભારત આ મહિને પણ હુમલો કરશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભારતની એર સ્ટ્રાઇકનો ખોફ હાલ પણ પાકિસ્તાન પર જોવા મળી રહ્યો છે. ગભરાયેલ પાકિસ્તાને તાજેતરમાં એક નિવેદન આવ્યું છે જેમાં તેને કહ્યું કે તેની પાસે એક ‘વિશ્વસનીય ગુપ્ત માહિતી’ છે કે ભારત આ મહિને ફરી એક હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ રવિવારે આ વાત કહી છે. પુલવામાં આંતકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન ખાતે આતંકી છાવણીઓને નષ્ટ કરવામાં આવી હતી. જેના પછી બન્ને પરમાણું ક્ષમતા ધરાવતા દેશો વચ્ચે તંગદિલી છે. રિપોર્ટ મુજબ કુરૈશીએ હવે એવો દાવો કર્યો છે કે ભારત તરફથી આ હુમલો 16થી 20મી એપ્રિલ વચ્ચે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ 14મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં સેનાના 40 જવાન શહીદ થયા હતા. જેના પછી ભારતે વળતો જવાબ આપતા 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી તેને ધ્વસ્ત કર્યા હતા. જોકે તેના પછી પાકિસ્તાને પણ આગામી દિવસે ભારતની સરહદમાં ઘૂસવાની અશક્ય કોશિશ કરી હતી.

રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વિદેશ પ્રધાને મુલ્તાનમાં પત્રકારોને કહ્યું કે,‘અમારી પાસે વિશ્વસનીય માહિતી છે કે ભારત પાકિસ્તાન પર એક વધુ હુમલાની તૈયારી કરી રહ્યો છે. અમારી ગુપ્ત માહિતી મુજબ આ અટેક 16-20મી એપ્રિલ વચ્ચે થઈ શકે છે.’ જોકે કુરૈશીએ આ વાતની માહિતી નથી આપી કે તેમને ક્યાં આધારે આ ટાઇમિંગની વાત કહી છે. તેમને કહ્યું કે દેશના વડાપ્રધાન ઇમરાન ખાન દેશની સાથે આ વાતને શેર કરવા માટે તૈયાર છે. ઉપરાંત તેમને કહ્યું કે આ સંબંધમાં ભારતના વિદેશ મંત્રાલયને ઇ-મેલ કરીને કેટલાક સવાલ પણ પૂછવામાં આવ્યા છે જેના જવાબ અત્યાર સુધી મળ્યા નથી.