સીબીડીટીએ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરવાની મુદ્દત 31 ડિસેમ્બર સુધી લંબાવી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડના આયકર વિભાગે શનિવારે આધાર કારર્ડને પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) સાથે લિન્ક કરવવા માટે ત્રણ મહિના (31 ડિસેમ્બર) લંબાવી છે. પહેલા આ 30 સપ્ટેમ્બર સુધીની જ અવધિ હતી. જો પાન કાર્ડને 31મી ડિસેમ્બર સુધી આધાર સાથે લિન્ક નહીં કરાવો તો પાન કાર્ડ રદ થયેલું ગણાશે. મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મળેલી જાણકારી મુજબ, દેશમાં 15 કરોડથી પણ વધારે લોકોએ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિન્ક નથી કરાવ્યું. તેને ધ્યાનમાં રાખી સરકારે સમયમાં વધારો કર્યો છે.

SMSથી પણ લિન્ક કરાવી શકાશે
પહેલા સુપ્રીમ કોર્ટે પણ પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવવું જરૂરી છે તેમ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતા જણાવ્યું હતું કે જો આધારને પાન કાર્ડ સાથે લિન્ક નહીં કરાવવામાં આવે તો તમે કરવેરો નહીં ભરી શકો. તેની ડેડલાઇન પહેલા 31મી માર્ચ, 2019 નિર્ધારિત કરવામાં આવી હતી. ત્યારબાદ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આયકર વિભાગે કરદાતાઓને એસએમએસથી પણ આધારને પાન સાથે લિન્ક કરાવી શકાશે. આ રીત ઘણી જ સહેલી પણ છે.

કેવી રીતે SMSથી થશે લિન્ક?

આ માટે તમારે ફોનમાં UIDPN ટાઇપ કરવાનું છે. ત્યારબાદ સ્પેસ આપીને તમારો આધાર નંબર અને ત્યાર પછી પાન નંબર લખવાનો રહેશે.
ઉદાહરણ તરીકે UIDPAN<12-digit Aadhaar><10-digit PAN> લખીને 567678 અથવા 56161 પર મોકલવાનો રહેશે. ત્યારબાદ આયકર વિભાગ તમારા બંને નંબરોને પ્રોસેસમાં નાખી દેશે.
તમારું પાન કાર્ડ રદ્દ થઈ શકશે
જો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક નહીં કરાવવમાં આવે તો આયકર અધિનિયમની ધારા 139AAમુજબ તમારા પાનને ઇનવેલિડ ગણવામાં આવશે. જેનાથી તમારો ટેક્સ રિફંડ ફસાઈ શકે છે.