આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિપુરના અરીબામ શ્યામ શર્માએ નાગરિકત્વ બિલના વિરોધમાં પદ્મશ્રી પરત કર્યો હતો. નાગરિકતા સુધારા બિલ (૨૦૧૬)ના વિરોધમાં નોર્થ ઈસ્ટમાં પ્રદર્શન થઈ રહ્યા છે. તેઓ ફિલ્મ નિર્માતા ઉપરાંત દિગ્દર્શક અને સંગીતકાર પણ છે. મણિપુરના લોકોને સુરક્ષા જોઈએ છે. રાજય નાનું છતાં માન મળવું જોઈએ. ૨૦૦૬માં તેમને પદ્મશ્રી એવોર્ડ તે સમયના રાષ્ટ્રપતિ ડૉ. એન. પી. જે. કલામે આપ્યો હતો. લોકસભામાં ૮ જાન્યુઆરીએ નાગરિકતા સુધારિત ખરડો પાસ થયા બાદ મણિપુરમાં સતત વિરોધ થઈ રહ્યો છે. આ બિલ પાછું લેવા કેન્દ્રને રજૂઆત થઈ છે.

