કૉંગ્રેસના સ્ટાર પ્રચાર હાર્દિક પટેલની અમદાવાદ ખાતેની સભામાં બબાલ થઈ હતી. શનિવારે યોજાયેલી આ સભામાં હાર્દિક પટેલે જેવું જ સંબોધન શરૂ કર્યું કે સભામાં હોબાળો શરૂ થયો. સભામાં થઈ રહેલા હોબાળાનો એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં કેટલાક લોકો તોડફોડ કરતા દેખાઈ રહ્યા છે. આ મામલે હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે કે તેમના વિરોધીઓએ આ તોડફોડ કરી છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના કાર્યકરો આવાં વિધ્નો ઊભાં કર્યા કરશે તેમને કરવા દો.
આ પહેલાં સુરેન્દ્રનગરની સભામાં એક વ્યક્તિએ મંચ પર ચઢીને ચાલુ ભાષણમાં હાર્દિક પટેલને લાફો મારી દીધો હતો.

