પીએમ મોદીએ મતદાન પહેલા માતા હીરાબેનના પગે લાગી લીધા આશીર્વાદ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની 117 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ તબક્કામાં ગુજરાત (26) અને કેરળ (20)ની બધી સીટો માટે મત અપાઈ રહ્યા છે. આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તરપ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓડિશાન 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, અસમની 4, ગોવાની 2, દાદરા નગર હવેલીની 1, દીવ દમણની 1, જમ્મુ કાશ્મીરની 1 અને ત્રિપુરાની 1 લોકસભા સીટ પર પણ આજે મતદાન થઈ રહ્યુ છે.

પીએમ નરેન્દ્ર મોદી પણ આજે ગાંધીનગર લોકસભા સીટ પર પોતાનો મત આપ્યો પરંતુ મતદાન કરતા પહેલા તે સવારે માતા હીરાબેનના આશીર્વાદ લેવા માટે તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાન પર પહોંચ્યા. અહીં તેમણે મા સાથે મુલાકાત કરી. તેઓ પોતાની માના પગે લાગ્યા અને માએ તેમને વિજયી થવાના આશીર્વાદ આપ્યા અને નાળિયેર-ચુંદડી પ્રસાદ રૂપે આપ્યા. માએ પીએમ મોદીનું મોઢુ પણ મીઠુ કરાવ્યુ. વળી, પીએમે પોતાની માતાને મિઠાઈ ખવડાવી. ત્યારબાદ પીએમ મોદીએ સામાન્ય જનતા સાથે પણ વાત કરી અને તેમની સાથે ફોટા પડાવ્યા.

સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશની જનતાને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે તે આજે જરૂરથી મતદાન કરે અને લોકતંત્રને મજબૂત કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે.